ediction of Rain: ગુજરાતમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના કયા જિલ્લામાં IMD એ ઓરેન્જ ...
Amabalal Prediction of Rain: ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલે જણાવ્યું કે, 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે. 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે. કેમકે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થશે. ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઇએ, ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળુ પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયા કાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાશે. આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. દેશમાં 106 % વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં 114% વરસાદની આગાહી કરાઈ છે. સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં 29 મે સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેશ, વલસાડ, ભરૂચ, તા.પં. દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર. હવામાન વિભાગે 29 મેના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.