ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના વધતા જતા સંક્રમણ બાદ સ્થિતિ ખરાબ થઇ ગઇ છે અને હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઓક્સિજનની ભારે અછત છે. દિલ્હીના મુંડકા સ્થિતિ ઓક્સિજન પ્લાન્ટની પાસે ઓક્સિજન રિફિલિંગ માટે લોકો પહોંચી રહ્યા છે અને પ્લાન્ટની અંદર અફરા-તફરીનો માહોલ છે.
દિલ્હીના મુંડકા સ્થિત ઓક્સિજન પ્લાન્ટમાં લોકો દૂર દૂરથી ઓક્સિજન સિલિંડર ભરાવવા માટે આવી રહ્યા છે. કારણ કે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે.
પરિજનોને દર્દીઓ માટે પોતાને ઓક્સિજન લાવવો પડે છે અને તેના માટે તે ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચી રહ્યા છે.
ગત 24 કલાકમાં 24638 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમા6 249 દર્દીઓના મોત સાથે કોરોના મૃતકોનો કુલ આંકડો 12,886 સુધી પહોંચી ગયો છે. દિલ્હીમાં ડેથ રેટ 1.39 ટકા છે.
દિલ્હીમાં કોરોના વાયરસના લીધે સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા છે અને ઓક્સિજનની સપ્લાય પણ ભારે ઓછી જોવા મળી રહી છે.
દિલ્હી સરકારના આગ્રહ પર કેંદ્રએ બુધવારે દિલ્હીના ઓક્સિજનનો કોટા વધારીને 480 મેટ્રિક ટન કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ કેંદ્ર સરકાર ઉપરાંત દિલ્હી હાઇકોર્ટનો આભાર વ્યક્તિ કર્યો હતો.