Nuclear War Survival Map: 100 કેટીનો પરમાણુ બોમ્બ કોઈ એક મોટા શહેરને તબાહ કરીને લાખો લોકોના મોતનું કારણ બની શકે છે. આવામાં નાના શહેર અને કસ્બાઓ વધુ સુરક્ષિત રહી શકે છે.
Nuclear War Survival Map: પાકિસ્તાને કહ્યું છે કે ઈન્ટેલિજન્સ માહિતી મુજબ ભારત આગામી 24થી 36 કલાકમાં તેમના પર હુમલો કરી શકે છે. પહેલગામ હુમલા બાદથી પાકિસ્તાન સતત પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે. જે ચોરની દાઢીમાં તણખલા જેવી વાત છે. પરંતુ જો ન કરે નારાયણ અને ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો તમારી પાસે બચવા માટે શું પ્લાન છે?
એક અંદાજા મુજબ 25 કિલોટનના વિસ્ફોટથી 7 લાખથી 20 લાખ લોકોના જીવ જઈ શકે છે. જ્યારે 100 કેટીનો પરમાણુ બોમ્બ એક મોટા શહેરને તબાહ કરવા માટે પૂરતો છે જેના કારણે 20 લાખ લોકોના મોત થઈ શકે છે.
પરમાણુ બોમ્બ વિસ્ફોટ બાદ વિકિરણ, ભોજનની કમી, ઈલેક્ટ્રિક નેટવર્કની તબાહી તથા અર્થવ્યવસ્થાની કમર તૂટી જવા જેવી બરબાદી થશે. તેનાથી બચીને ભાગવું મુશ્કેલ બનશે.
આમ છતાં મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ પર વધુ જોખમ રહેશે. કારણ કે આ શહેરો રણનીતિક રીતે મહત્વપૂર્ણ છે અને અહીં જનસંખ્યા પણ વધુ છે.
દેશની હોસ્પિટલો, રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ શકે છે.
આવામાં મોટા શહેરોની સરખામણીમાં ભારતના નાના શહેરો અને કસ્બા વધુ સુરક્ષિત હશે.
છત્તીસગઢ, ઝારખંડ, પૂર્વોત્તર રાજ્યો અને ઓડિશાના ગ્રામીણ વિસ્તારોમાં બચવાની શક્યતા થોડી વધુ રહેશે.
પરમાણુ હુમલા બાદ દાયકાઓ સુધી રેડિએશનનું જોખમ રહે છે. આવામાં આઈસોલેશનમાં પોતાને જીવતા રાખવા સૌથી વધુ મહત્વનું રહેશે. તેમાં ખેતી પર નિર્ભર નાના ગામડાઓ સફળ થઈ શકે છે. (તસવીરો- એઆઈની મદદથી બનાવવામાં આવી છે)