PHOTOS

Thumb Palmistry: અંગૂઠો ખોલી દેશે મનુષ્યના દરેક છુપાયેલા 'રાઝ', બસ આ રીતે કરો ઓળખ

Thumb Palmistry: સામુદ્રિક શાસ્ત્ર ભારતનું પ્રચલિત અધ્યયન છે, જેનો શ્રેય સમુદ્ર ઋષિને જાય છે. આ વિદ્યામાં તમે વ્યક્તિના શરીરના અંગોથી તેના વ્યક્તિત્વ વિશે જાણી શકો છો. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને જાણવા ઈચ્છો છો તો શરીરના બાકી અંગોની જેમ તમે હાથની આંગળીઓથી તેના વિશે જાણી શકો છો. હાથની આંગળીઓ વિશેષ કરીને અંગૂઠાથી તમે કોઈ વ્યક્તિને સમજી શકો છો. 
 

Advertisement
1/6

જેના અંગૂઠા લાંબા અને પાતળા હોય છે. તે ખુબ સાહસી હોય છે. તેને કોઈ સમસ્યાથી ડર લાગતો નથી. જીવનમાં આવનારી મુશ્કેલીનો તે મજબૂત રીતે સામનો કરે છે. 

2/6

જે લોકોના અંગૂઠા લચીલા હોય છે, તેઓ તેમના જીવનમાં પણ ખૂબ જ લવચીક હોય છે. આ લોકો કોઈપણ પ્રકારની પરિસ્થિતિને સરળતાથી સ્વીકારી લે છે.

Banner Image
3/6

જે લોકોનો અંગૂઠો વચ્ચે મોટો હોય છે, તે લોકો ખુશમિજાજ હોય છે. આ લોકોને ભાગ્યના ધનવાન માનવામાં આવે છે. 

4/6

જે લોકોનો અંગૂઠા જાડો હોય છે, તે લોકો ખુબ ઉતાવળા હોય છે. જીવનના કાર્યોને જલદી કરવાનું પસંદ કરે છે. સાથે તે ઈચ્છે છે કે તેની સાથે જે લોકો કામ કરે છે તે પણ ઝડપથી કામ કરે.

5/6

જે લોકોના અંગૂઠાનો ઉપરી ભાગ નિચલા ભાગથી લાંબો હોય છે તે લોકો ખુબ પરિશ્ચમી હોય છે. તેમ કહેવામાં આવે છે કે આવા લોકો ખુબ બુદ્ધિમાન હોય છે. તે પોતાનું કામ સારી રીતે કરે છે. જેના કારણે તેનું ખુબ સન્માન થાય છે. 

6/6

જે લોકોના હાથમાં અંગૂઠા નાના અને મોટા હોય છે, તે ભાવનાત્મક રૂપથી ખુબ નબળા હોય છે. લોકોની વાતોનું જલ્દી ખોટું લગાવે છે. આ લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. તે લોકો પર જલદી વિશ્વાસ કરતા નથી. 





Read More