PAN Card Tips: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામ પર કોઈએ ચૂપચાપ લોન લીધી હોય અને તમને તેના વિશે કોઈ ખ્યાલ નથી? આ સાંભળવામાં જ વિચિત્ર લાગે છે, પરંતુ ડિજિટલ ફ્રોડના આ યુગમાં PAN કાર્ડનો દુરુપયોગ કરીને નકલી લોન લેવી એક સામાન્ય બાબત બની રહી છે. પરંતુ ગભરાશો નહીં. એક સરળ ઓનલાઈન સ્ટેપની મદદથી તમે શોધી શકો છો કે કોઈએ તમારા PAN નંબરનો દુરુપયોગ કર્યો છે કે નહીં.
તમારા નામે કોઈ ફર્જી લોન તો નથી ચાલી રહીને તે જાણવા માટે, તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. તમે માત્ર થોડી જ મિનિટોમાં ઓનલાઈન ચેક કરી શકો છો કે તમારા નામે કેટલી લોન ચાલી રહી છે અને તેનું સ્ટેટસ શું છે. આ માહિતી મેળવવાનો સૌથી વિશ્વસનીય રસ્તો ક્રેડિટ બ્યુરો રિપોર્ટ છે, ખાસ કરીને CIBIL રિપો
CIBILએ ભારતની સૌથી જૂની અને સૌથી વિશ્વસનીય ક્રેડિટ રિપોર્ટિંગ એજન્સી છે, જે તમારા ક્રેડિટ હિસ્ટ્રીને ટ્રેક કરે છે. જેમ કે, કોઈ બેન્ક અથવા NBFC તમારા PAN નંબરથી લોન એપ્રૂવ કરે છે. તેની જાણકારી CIBIL રિપોર્ટમાં ઉમેરવામાં આવે છે.
તમારે ફક્ત https://www.cibil.com વેબસાઇટ પર જવું પડશે અને તેમાં તમારો PAN નંબર, નામ, જન્મ તારીખ અને મોબાઇલ નંબર નાખીને એક એકાઉન્ટ બનાવવું પડશે. આ પછી તમે કેટલાક સિક્યોરિટી પ્રશ્નોના જવાબ આપીને તમારો ફ્રી CIBIL રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો.
તમારા નામ પર અત્યાર સુધી કેટલી લોન લેવામાં આવી છે? કઈ બેન્ક કે સંસ્થાએ લોન આપી છે? લોન કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી? કેટલી રકમ લેવામાં આવી છે? કેટલા EMI બાકી છે અથવા પૂર્ણ થયા છે?
જો તમને તમારા રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ લોન દેખાય છે, તો સૌથી પહેલા તે બેન્ક અથવા ફાઇનાન્સ કંપનીનો સંપર્ક કરો, જેણે તે લોન આપી છે. તેમને લેખિતમાં ફરિયાદ કરો અને તેમને જણાવો કે, તમે આ લોન લીધી નથી. આ ઉપરાંત તમે CIBILને પણ આ ભૂલ વિશે જાણ કરી શકો છો. CIBILની વેબસાઇટ પર જઈને તમે ડિસપ્યૂટ રેજ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ પછી તમારા રિપોર્ટની ફરીથી તપાસ કરવામાં આવે છે અને જો લોન નકલી હોવાનું જાણવા મળે છે, તો તેને દૂર કરી શકાય છે.
તમારા PAN કાર્ડની નકલ કોઈને પણ કારણ વગર ક્યારેય ન આપો. તમારા મોબાઇલમાં PAN કાર્ડનો ફોટો સેવ કરશો નહીં. KYC કરતી વખતે ફક્ત વિશ્વસનીય એપ્સ અથવા વેબસાઇટ પર જ વિગતો ભરો. સમયાંતરે તમારા ક્રેડિટ રિપોર્ટ તપાસતા રહો.