તેમણે કહ્યું કે, ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું પૂરુ થવા આવ્યું છે, બીજી તરફ વરસાદની ખેંચ છે. આવાં સારા સમાચાર એ છે કે, બંગાળની ખાડી અને અરબ ફરીથી સક્રિય થઈ રહ્યાં છે. અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી, જેને કારણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ હતી. તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો. તેના બાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની ન હતી. તેના બાદથી સાગર નિષ્ક્રિય રહ્યો હતો. તમામ વરસાદ બગાળની ખાડીમાંથી આવ્યા હતા. આ કારણે ભારેથી અતિભારે વરસાદ આવ્યો હતો. હવે બંગાળની ખાડી ધીરે ધીરે નિષ્ક્રીય બની રહી છે. અને જો બંગાળની ખાડી નિષ્ક્રીય થાય તો અરબ સાગર સક્રિય થાય. પરંતુ હવે બંગાળની ખાડી નબળી પડી છે. જેથી અરબ સાગરમા નવો કરન્ટ આવ્યો છે.
નવી સિસ્ટમ આવી રહી છે. નવો મોન્સુન ટ્રફ આવી રહ્યો છે. જે 2025 ના ચોમાસાં પહેલીવાર જોવા મળ્યું. અરબ સાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળતો હોય છે. પરંતું 15 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે. પરંતું હવે ધીરે ધીરે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે. તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે.
1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરાસદ જોવા મળે તેનું અનુમાન છે. અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે. અનેક વિસ્તારો જ્યા વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ પાણી આવશે. તેથી ખેડૂતો આ ડર કાઢી નાંખે. ગુજરાતીઓ માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે.
આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ. વિભાગના ડાયરેક્ટર એસકે. દાસે જણાવ્યું કે, મોન્સુન ટ્રફ નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ પસાર થઈ રહ્યો છે, તેને કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં 1 જૂનથી 5 ઓગસ્ટ 477.2 એમ એમ વરસાદ નોંધાયો. સામાન્ય રીતે 416 એમએમ હોવો જોઈએ. રાજ્યમાં 15% જેટલો વધુ વરસાદ ખાબક્યો છે.