Pathaan cast remuneration: લાંબા સમયથી કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાનની ફિલ્મ આગામી ફિલ્મ 'પઠાણ' ની ચર્ચા થઇ રહી છે. જેની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન ઉપરાંત ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા સ્ટાર પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ ઉપરાંત સલમાન ખાન આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે. આવો જાણીએ આ સ્ટાર્સે પઠાણમાં પોતાના રોલ માટે કેટલી ફી લીધી છે.
'પઠાણ' શાહરૂખ ખાનની મચઅવેટિવ ફિલ્મોમાંથી એક છે જેને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ માટે શાહરૂખ ખાન 100 કરોડ રૂપિયા ફી લઇ રહ્યા છે.
એક્શન ડ્રામા ફિલ્મમાં દીપિકા પાદુકોણ એકવાર ફરી કિંગ ખાન સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા તેના માટે 15 કરોડ રૂપિયા ઘરે લઇ જશે. ફેન્સ દીપિકા અને શાહરૂખ ખાનનએ ફરી એકસાથે જોવા માટે ખૂબ એક્સાઇટેડ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોન અબ્રાહમ ફિલ્મ 'પઠાણ' માં નેગેટિવ રોલમાં જોવા મળશે જેના માટે તેમણે મેકર્સ પાસેથી 20 કરોડ ફી લીધી છે. આ ઉપરાંત જોન ફિલ્મમાં શર્ટલેસ લુકમાં પણ જોવા મળશે.
ડિંપલ કાપાડિયા પણ 'પઠાણ' માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સમાચારો અનુસાર ડિંપલે 'પઠાણ' નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મમાં તે એક રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ઓફિસરની ભૂમિકા ભજવશે.
સોશિયલ મીડિયા પર એવા સમાચાર ઉડી રહ્યા હતા કે ફિલ્મ મેકર આદિત્ય ચોપડા પઠાણમાં પોતાના કેમિયો રોલ માટે સલમાન ખાનને મોટી રકમ આપવાના છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાને શાહરૂખની ફિલ્મમાં કામ કરવા માટે પૈસા લેવાની ના પાડી દીધી છે.