hma Patel Weds Chintan Sojitra : પાટીદાર અનામત આંદોલનના મહિલા નેતા અને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ લગ્નના બંધનથી જોડાયા છ...
રેશમા પટેલે અત્યંત સાદગીથી ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કર્યા છે. ત્યારે તેઓએ આ લગ્નની જાહેરાત કરતી પોસ્ટમાં લખ્યું કે, સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે, સાચું સુખ તો ત્યારે આવે ત્યારે આથમતી સાંજે હું થાકું ને તું હાથ આપે #જીવનસાથી. Feeling lots of love Got marriage with Chintan Sojitra
થોડા સમય પહેલા રેશમા પટેલે ચિંતન સોજીત્રા સાથે સગાઈની જાહેરાત કરી હતી. રેશમા પટેલે જણાવ્યુ હતું કે, ચિંતન સોજીત્રાને તેઓ એક સામાજિક ફંક્શનમાં મળ્યાં હતાં. મારો પરિવાર અને તેમનો પરિવાર બન્ને એકબીજાથી પરિચિત હતા.
રેશમા પટેલ હાલ આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીમાં આપ ગુજરાત વુમન વિંગ્સના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે છે.
ઉલ્લેખનીય છે કે, તેઓ પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેઓ ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. તેના બાદ તેઓએ ભાજપમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના બાદ તેઓ એનસીપીમાં જોડાયા, અને એનસીપી સાથે છેડો ફાડીને આપ ગુજરાત સાથે જોડાયા હતા.
ચિંતન સોજીત્રાની ઓળખ આપતા રેશમા પટેલે જણાવ્યુ હતું કે, તે ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. જૂનાગઢ અને ગોંડલ બિઝનેસ ધરાવે છે અને તેનું મૂળ વતન ગોંડલ છે.