ગાંધીનગરઃ ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 320 કિલોમીટર દૂર છે. જેથી દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 12, 13, 14, 15, 16 અને 17 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 15 જૂને વાવાઝોડું ટકરાયા બાદ 16 તારીખ સુધી વરસાદ રહેશે. જુઓ કયા દિવસોમાં ક્યા ક્યા વરસાદ પડશે.