Bottle Gourd side Effects: દુધી સ્વાદિષ્ટ અને પોષક તત્વથી ભરપૂર શાકભાજી છે. દુધી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. દુધી પોષક તત્વથી ભરપૂર હોય છે. દુધી ખાવાથી એક નહીં પણ અનેક ફાયદા થાય છે. કેટલીક બીમારી અને સમસ્યામાં તો દુધી દવાની જેમ અસર કરે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ એવી 5 બીમારી પણ છે જેમાં દૂધી ખાવી ભારે પડી શકે છે. જે વ્યક્તિને આ પાંચ સમસ્યા હોય તેમણે દૂધીનું સેવન ક્યારેય કરવું નહીં તેનાથી તબિયત બગડી જાય છે.
જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે દૂધી ખાવાથી બચવું જોઈએ. ખાસ તો પથરીની સમસ્યામાં દુધી ખાવી નહીં. તેમાં ઓક્સાલેટ વધારે હોય છે જે પથરીની સમસ્યા વધારી શકે છે.
જે લોકોનું બ્લડ સુગર લો રહેતું હોય તેમણે પણ દુધી ખાવી નહીં. દુધી ખાવાથી બ્લડ સુગર ઝડપથી ઘટી જાય છે.
જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય એટલે કે પાચનતંત્ર નબળું હોય તેને પણ દુધી ખાવાથી બચવું જોઈએ. દુધી ફાઇબરથી ભરપૂર હોય છે તેનાથી પાચન સમસ્યા વધી શકે છે.
જે લોકોને લો બીપીની સમસ્યા હોય તેમણે પણ દુધી ખાવી નહીં. દુધીમાં પોટેશિયમ વધારે હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવાનું કામ કરે છે.. વધારે માત્રામાં દૂધીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે.
કેટલાક લોકોને દુધી ખાવાથી એલર્જી પણ થતી હોય છે. એલર્જી હોય તેઓ દુધીનું સેવન કરે તો ત્વચા પર ખંજવાળ, રેસીશ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવી તકલીફ થઈ શકે છે..