Birthday Astrology: વ્યક્તિનો જન્મ કયા દિવસે થયો છે, સપ્તાહના તે દિવસના આધાર પર તેનો સ્વભાવ અને વ્યવહાર અલગ-અલગ હોઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સપ્તાહના સાત અલગ-અલગ દિવસે જન્મેલા લોકોની ખાસિયતો જણાવવામાં આવી છે.
રવિવારે જન્મેલા લોકો સામાન્ય રીતે ભાગ્યશાળી હોય છે અને ઓછું બોલે છે.
સોમવારે જન્મેલા લોકો ખુશ સ્વભાવના હોય છે અને તે જ્યાં જાય છે ત્યાં ખુશીઓ ફેલાવે છે. તે ભગવાન શિવની સમાન ભોળા અને સરળ સ્વભાવના હોય છે. સાથે મહેનતી અને બુદ્ધિમાન હોય છે.
મંગળવારે જન્મેલા લોકો ક્રોધી, પરાક્રમી, અનુશાસનપ્રિય અને ઉર્જાથી ભરેલા હોય છે.
બુધવારે જન્મેલા લોકો બુદ્ધિમાન હોવાની સાથે વાતચીતમાં માહેર હોય છે.
ગુરૂવારે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી અને ગંભીર સ્વભાવના હોય છે. સાથે તે સૌભાગ્યશાળી હોય છે.
શુક્રવારના દિવસે જન્મેલા લોકો સ્વભાવથી ખૂબ સીધા હોય છે. તે દરેક પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવાનું પસંદ કરે છે.
શનિવારે જન્મેલા લોકોને વાત-વાત પર ગુસ્સો આવે છે. આ લોકો ઈમાનદાર, મહેનતી અને બીજાની મદદ કરનારા હોય છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.