PHOTOS

અભય ભારદ્વાજ હંમેશા ભાજપમાં ટ્રબલ શૂટરની ભૂમિકામાં રહ્યા, જુઓ તેમની ખાસ તસવીરો

કોરોનાની 92 દિવસની સારવાર બાદ અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) નું નિધન થયું હતું. તેમના નિધનથી પરિવારની સાથે રાજકોટ શહેર ભાજપમાં પણ શોકનો માહોલ ફેલાયો છે

Advertisement
1/6

ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક કહેવાતા અભય ભારદ્વાજ ભાઇના હુલામણા નામથી જાણીતા હતા. અભય ભારદ્વાજ મુખ્યમંત્રીના કોલેજકાળના મિત્ર છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કેસોમાં કાયદાકીય સલાહકાર પણ રહી ચૂક્યા છે.

2/6

મુખ્યમંત્રીના ડર્ટી ડઝન ગ્રુપના પણ સભ્ય હતા. મુખ્યમંત્રીનું કોલેજકાળનું 12 મિત્રોનું ડર્ટી ડઝન ગ્રુપ હતું, જેમાં અભય ભારદ્વાજ પણ સામેલ હતા.

Banner Image
3/6

અભય ભારદ્વાજ હંમેશા ભાજપમાં ટ્રબલ શુટરની ભૂમિકામાં રહ્યાં હતા. તેઓ ભાજપના પડદા પાછળના કિંગ મેકર રહ્યા છે.

4/6

વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે સંકળાયેલા હતા. દિગ્ગજ નેતાઓ પ્રમોદ મહાજન, સુબ્રમણ્યમ સ્વામી, અરૂણ જેટલી સાથે અનેક આંદોલનો, લડત અને રણનિતીઓ ઘડી છે.

5/6

ગુજરાતમાં વકીલાત ક્ષેત્રે તેઓ મોટું નામ કહેવાય છે. તેઓ શશીકાંત માડીની ફાંસી, ગુલબર્ગ કેસ સહિતના અનેક કેસોમાં કાયદાકીય લડત આપી ચૂક્યા છે.

6/6




Read More