PHOTOS

ગુજરાતી યુવકના પ્રેમમાં પડી ફિલીપાઈન્સની યુવતી! લગ્ન માટે સાત સમુંદર પાર આવી પહોંચી

Love Story : કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે. જેમાં ભારતીય યુવકને પરણવા માટે ફિલીપાઈન્સની યુવતી આવી પહોંચી. 
 

Advertisement
1/9

અંકલેશ્વરમાં અજબ પ્રેમનો ગજબ કિસ્સો જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. રસપ્રદ વાત એ છે કે આ લવસ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે.   

2/9

અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુપ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપટ થઇ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઇન વાતચીત શરૂ થઇ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ તેની બંનેને ખબરજ ન પડી. 

Banner Image
3/9

આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા LIMBAJANE MAGDAO ને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો.  

4/9

કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને LIMBAJANE MAGDAO એ લગ્ન કર્યા બાદ બન્ને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતી અનુસાર બંને લગ્ન ગ્રંથીથી જોડાયા છે.   

5/9

ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ છે. તેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે.  

6/9

ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે આવો જ આ કિસ્સો સામે આવ્યો છે જેમાં અંકલેશ્વરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો હતો અને વિદેશી યુવતી સાત સમુંદર પાર કરીને ભારત આવી હતી અને હિંદુ રીત રીવાજ મુજબ લગ્નના તાંતણે બંધાણી હતી.

7/9
8/9
9/9




Read More