હિન્દી સિનેમા જગતમાં એવા અનેક હસ્તીઓ જોવા મળશે જેમણે પોતાના ધર્મના નામે ફિલ્મોને અલવિદા કરી દીધુ. જેમાં ઝાયરા વસીમથી લઈને સના ખાનના નામ સૌથી પહેલા ધ્યાનમાં આવે. પરંતુ આજે અમે તમને એક એવા બોલીવુડ અભિનેતા વિશે જણાવીશું જેની ગણતરી બોલીવુડના ખૂંખાર વિલનમાં થતી હતી. પરંતુ અચાનક એક દિવસ ઈન્ડસ્ટ્રી છોડીને આ કલાકાર અલ્લાહની રાહ પર નીકળી પડ્યો. જાણો આ અભિનેતા વિશે...
1990માં આવેલી ફૂલ ઔર કાંટે ફિલ્મ કોણ ભૂલી શકે. આ ફિલ્મથી આ અભિનેતાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તે વિલન તરીકે હંમેશા ટશનમાં જોવા મળતો હતો. પરંતુ મૂવીમાં અજય દેવગણના હાથે ખુબ ધોલાઈ થઈ હતી. ફિલ્મમાં અભિનેતાનું કામ બધાને પંસદ પડ્યું અને ઓળખ મળી. આ અભિનેતાને તમે ઓળખ્યા કે નહીં? આ કલાકાર છે આરિફ ખાન.
આ અભિનેતાએ ત્યારબાદ મુસ્કુરાહટ, બાગી સુલ્તાનીયા, મોહરા, અલંકાર, હલચલ, દિલજલે અને વીરગતિ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. આ તમામ ફિલ્મોમા નેગેટિવ રોલમાં જોવા મળ્યો. કરિયરમાં આરિફ ખાને 15 ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લી ફિલ્મ 2007માં આવી હતી. જેનું નામ 'અ માઈટી હાર્ટ' હતું. આ એક હોલીવુડ ફિલ્મ હતી જેમાં તેણે ટેક્સી ડ્રાઈવરની ભૂમિકા ભજવી હતી.
આરિફની કરિયર ભલે ઓછો સમય રહી પરંતુ તેમણે અજય દેવગણથી લઈને સુનિલ શેટ્ટી જેવા કલાકારો સાથે કામ કર્યું છે. પરંતુ આરિફને બોલીવુડની ઝાકમઝોળ બહુ લાંબા સમય સુધી પસંદ પડી નહી. ત્યારબાદ ફિલ્મોની અલવિદા કરીને ધર્મના રસ્તે જવાનો નિર્ણય લીધો. 1997 દરમિયાન આરિફ દગલીગી જમાત સાથે જોડાઈ ગયા. ત્યારબાદ મુસ્લિમ આધ્યાત્મિક કાર્યોમાં ખાસ કરીને સક્રિય થઈ ગયા. આ સાથે જ ઈસ્લામ ધર્મનો પ્રચાર કર્યો અને લોકોને ઈસ્લામના ઉસૂલોથી અવગત કરાવ્યા.
એક જૂના ઈન્ટરવ્યુમાં અભિનેતામાંથી મૌલાના બનેલા આરિફ ખાને શોબીઝ છોડવાના પોતાના નિર્ણય વિશે વાત કરી હતી. આ ઈન્ટરવ્યુ લહેરે રેટ્રોને આપ્યો હતો. જેમાં આરિફે કહ્યું હતું કે, 'ખુબ બેચેની થતી હતી. શાંતિ મળતી નહતી. મનમાં કોઈે કોઈ વાતની લાલચ રહેતી હતી. જેમ કે ક્યારેક રોલની તો ક્યારેક ફિલ્મની. આ રીતે સંતોષ મળતો નહતો. ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા દરમિયાન ખરાબ આદત પણ લાગી હતી. નશો કરવા લાગ્યો હતો. ઊંઘ પણ આવતી નહતી. જેના કારણે નશાનો સહારો લેવો પડ્યો હતો. આ બધા કારણોસર અલ્લાહના શરણે જતો રહ્યો.'
મૌલાના બન્યા બાદ આરિફ ખાનનો દેખાવ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. તેમના લેટેસ્ટ ફોટા જોઈને તમને ઓળખવામાં પણ કદાચ મુશ્કેલી પડે. તેઓ હવે પોતાની લાઈફ એકદમ સાદગીથી જીવે છે. તેમનો લૂક એકદમ મૌલાના જેવો જ છે. સોશિયલ મીડિયા પર તેમના ભાષણોના વીડિયો વાયરલ થતા રહે છે.