PHOTOS

Photo: ધુમ્મસની ચાદરમાં લપેટાયો 'તાજમહેલ', એક સમયે લોકોને લાગ્યું તાજમહેલ ગુમ

Photos: સમગ્ર દેશમાં અત્યંત ઠંડી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. સવારે 7 વાગ્યા પછી પણ ...

Advertisement
1/8

સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડી પડી રહી છે. ત્યારે દિલ્હી સહિતના અનેક શહેરોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે આગ્રામાં તાજમહેલ પણ ગાઢ ધુમ્મસમાં છુપાયેલો જોવા મળ્યો હતો.

2/8

દિલ્હીમાં સવારે સમયે અક્ષરધામ નજીક અંધારું અને ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું હતું. આ ઉપરાંત વિઝિબિલિટી પણ ઓછી હતી, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા હતા.

Banner Image
3/8

દુનિયાની સાત અજાયબીઓમાંની એક સંગમરમરના પથ્થરોથી બનેલો તાજમહેલ પણ ધુમ્મસની છુપાયેલો જોવા મળ્યો. 

4/8

આસામની રાજધાની ગુવાહાટીમાં પણ ભારે ઠંડી પડી રહી છે. ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટી અહીં પણ જોવા મળી હતી.

5/8

અયોધ્યા શહેરમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે રામ મંદિર સ્પષ્ટ દેખાતું નહોતું. 

6/8

પંજાબના ભટિંડામાં પણ શીતલહેર વચ્ચે આખું શહેર ધુમ્મસથી ઢંકાયેલું જોવા મળ્યું હતું. 

7/8

મધ્યપ્રદેશમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ધટાડો થયો છે.

8/8

યુપીમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. અહીં પણ પારો સતત ગગડી રહ્યો છે અને ઠંડીના પવનો ફૂંકાઈ રહ્યા છે. 





Read More