PHOTOS

દીપિકા પહોંચી ફોટોશૂટ પર, લગ્ન પછી ખૂબસુરતીમાં લાગ્યા ચાર ચાંદ

Advertisement
1/7

દીપિકા પાદુકોણ લગ્ન પછી ફરી કામના મૂડમાં આવી છે. દીપિકાએ રણવીર સિંહ સાથે ઇટાલીના લેક કોમો સાથે લગ્ન કર્યા હતા અને અત્યંત રોમેન્ટિક વેકેશન પછી ફોટોશૂટ માટે સ્ટુડિયોમાં આવી પહોંચી હતી. લગ્ન પછી દીપિકાની ખૂબસુરતીમાં ચાર ચાંદ લાગી ગયા છે અને લાલ રંગના ડ્રેસમાં તે ગજબની ખૂબસુરત લાગી હતી. 

2/7
દીપિકા માટે પતિ રણવીર લકી ચાર્મ સાબિત થયો છે. લગ્ન પછી દીપિકાની કરિયર બહુ આગળ વધી રહી છે. આ તસવીર જોઈને લાગે છે કે લગ્ન પછી દીપિકાની ખૂબસુરતીમાં ચાર ચાંદ લાગી ગયા છે. 
Banner Image
3/7
4/7

32 વર્ષની દીપિકાએ ગયા મહિને એક્ટર રણવીર સિંહ સાથે ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. આ જોડી લગ્ન બાદ પણ ચર્ચામાં છે. આ વખતે તેઓ તેમના લગ્નના કારણે નહીં પરંતુ આવકના કારણે ચર્ચામાં છે. ફોર્બ્સ ઈન્ડિયા 2018ના સૌથી ધનિક સેલિબ્રિટીઝના લિસ્ટમાં પ્રથમ વખત ટોપ 5માં કોઈ એક્ટ્રેસને સ્થાન મળ્યું છે. દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. 

5/7

બુધવારે જાહેર થયેલી 50 મોસ્ટ સેક્સિએસ્ટ એશિયન વુમન 2018નો ખિતાબ મેળવવામાં દીપિકા સફળ રહી છે. આ લિસ્ટમાં પ્રિયંકાને બીજું સ્થાન મળ્યું છે.

6/7

 બુધવારે જાહેર થયેલા ફોર્બ્સના સેલિેબ્રિટી કમાણીના લિસ્ટમાં દીપિકા પાદુકોણે ચોથા નંબર પર આવીને પહેલી સફળતા મેળવી છે.

7/7

દીપિકા અને રણવીરની જોડીને દેશના પાવરફુલ કપલ તરીકે ગણવામાં આવે છે. 





Read More