સલમાન ખાને પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી.
બોલિવૂડના નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે મુંબઈમાં બોલિવૂડ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું. નિક અને પ્રિયંકાનું મુંબઈમાં આ બીજું રિસેપ્શન હતું. આ પાર્ટીનું આયોજન મુંબઈની હોટલ લેન્ડ્સ એન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકા અને નિક કોકટેલ લુકમાં જોવા મળ્યા હતા. 19 ડિસેમ્બર પ્રિયંકા અને નિકે મીડિયા તેમજ પરિવારજનો માટે જેડબલ્યુ મેરિયટમાં રિસેપ્શન રાખ્યું હતું. આ પહેલાં પ્રિયંકા અને નિક દિલ્હીમાં રિસેપ્શન રાખી ચૂક્યા છે. (Photo courtesy: Yogen Shah)
પ્રિંયકાના રિસેપ્શનમાં સલમાને હાજરી આપતા બધાને નવાઈ લાગી હતી કારણ કે પ્રિયંકાએ 'ભારત' છેલ્લી ઘડીએ છોડી દેતા સલમાન તેનાથી નારાજ થયો હોવાનો સમાચાર હતા. (Photo courtesy: Yogen Shah)
જોકે સલમાને રિસેપ્શનમાં હાજરી આપીને દરિયાદિલીનો પરિચય આપ્યો હતો.(Photo courtesy: Yogen Shah)
આ ફંક્શનમાં સલમાન સુપર હેન્ડસમ લાગતો હતો અને બધાની નજર તેની પર જ હતી. (Photo courtesy: Yogen Shah)
(Photo courtesy: Yogen Shah)
(Photo courtesy: Yogen Shah)
(Photo courtesy: Yogen Shah)