PHOTOS

કેન્સરની ટ્રીટમેન્ટ પછી ભારત પાછી ફરી સોનાલી, એરપોર્ટ પર પગ મુકતા જ કહ્યું કે...

Advertisement
1/9

છેલ્લા 6 મહિનાથી બોલિવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં કેન્સર સામે લડી રહી હતી. હવે સોનાલી સ્વસ્થ થઈને ભારત પરત આવી છે. આજે પરોઢિયે સોનાલી મુંબઈ એરપોર્ટ પર ઉતરી છે અને તે તેને મળવા આવેલા ચાહકો અને મીડિયા પર્સનને જોઈને ખુશીથી ભાવવિભોર થઈ ગઈ હતી.

(Pic Courtesy: Yogen Shah)

2/9

સોનાલીએ હાથ જોડીને કહ્યું કે, “થેન્ક્યૂ સો મચ…મારા ફેન્સે જેટલો પ્રેમ આપ્યો છે તેની કિંમત ધન્યવાદ કહીને નહીં ચૂકવી શકાય.”

(Pic Courtesy: Yogen Shah)

Banner Image
3/9
Sonali returns to Mumbai
Sonali returns to Mumbai

સોનાલીના પતિ ગોલ્ડી બહલે કહ્યું કે સોનાલી હવે સ્વસ્થ છે. સોનાલી સારી રીતે રિકવર થઈ રહી છે. હું તેના ફેન્સ અને ચાહકોનો આભાર માનું છું, 

(Pic Courtesy: Yogen Shah)

4/9

સોનાલીના પતિ ગોલ્ડીએ આગળ કહ્યું કે અત્યાર સુધી સોનાલીની બધી જ ટ્રીટમેન્ટ પૂરી થઈ છે. સોનાલી હવે સ્વસ્થ છે.જોકે સોનાલીએ રેગ્યુલર સ્કેન અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવાનું છે કારણકે આ બીમારી ગમે ત્યારે ફરીથી ઉથલો મારી શકે છે.

(Pic Courtesy: Yogen Shah)

5/9

ડોક્ટર્સે સોનાલીને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. વચ્ચે વચ્ચે સ્કેન અને ચેકઅપ કરાવવાનું રહેશે. મુંબઈ આવતા પહેલા સોનાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિશે માહિતી આપી હતી.

(Pic Courtesy: Yogen Shah)

6/9

સોનાલીએ તેના સારવારના દરેક તબક્કાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેયર કરી છે. 

(Pic Courtesy: Yogen Shah)

7/9

સોનાલીને વાંચનનો બહુ શોખ છે અને તેના નામે બુક ક્લબ પણ ચાલે છે.

(Pic Courtesy: Yogen Shah)

8/9

કેન્સર સામે સોનાલીએ બહુ બહાદુરીભર્યો અભિગમ અપનાવ્યો હતો. તે પોતાના વાળ વગરના લુકની તસવીરો પણ બિનધાસ્ત રીતે શેયર કરતી હતી. 

(Pic Courtesy: Yogen Shah)

9/9

સોનાલી એરપોર્ટ પર પતિની કંપનીમાં ખુશહાલ નજરે ચડતી હતી. 

(Pic Courtesy: Yogen Shah)





Read More