PHOTOS

આમિર ખાને પત્ની સાથે ઉજવ્યો 54મો B'day, આગામી ફિલ્મની કરી જાહેરાત

આમિર ખાને પોતાના ખાસ દિવસને પત્ની કિરણ રાવ અને મીડિયાની સાથે ઉજવ્યો. 

Advertisement
1/7
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન

ફિલ્મને 'સીક્રેટ સુપરસ્ટાર'ના ડાયરેક્ટર અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરશે. અદ્વેત ચંદને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારથી દિગ્ગદર્શનમાં પર્દાપણ કર્યું હતું.

(ફોટો સાભાર : Instagram)

2/7
આમિર બર્થડે પર વાઇફ કિરણની સાથે
આમિર  બર્થડે પર વાઇફ કિરણની સાથે

મીડિયાની સાથે જાહેરાત કરતા આમિરે કહ્યું કે, મારી પાસે તમારા લોકો માટે સમાચાર છે કે, મેં મારી આગામી ફિલ્મ ફાઇનલ કરી લીધી છે. ફિલ્મનું નામ 'લાલ સિંહ ચડ્ઢા' છે અને આ અમેરિકન ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્પ'ની રીમેક છે. તેને વાયકોમ 18 અને આમિર ખાનના પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવશે.  

(ફોટો સાભાર : Instagram)

Banner Image
3/7
ફિલ્મનું નામ 'લાલ સિંહ ચડ્ઢા' છે
ફિલ્મનું નામ 'લાલ સિંહ ચડ્ઢા' છે

આમિર ખાને કહ્યું કે, અમે પેરામાઉન્ટ પાસેથી તેના અધિકારો ખરીદ્યા છે. હું ફિલ્મમાં લાલ સિંહની ભૂમિકા નિભાવીશ. 

(ફોટો સાભાર : Sonal Singh)

 

4/7
આ અમેરિકન ફિલ્મ ફોરેસ્ટ ગ્રમ્પની રીમેક છે.
આ અમેરિકન ફિલ્મ ફોરેસ્ટ ગ્રમ્પની રીમેક છે.

'ફોરેસ્ટ ગ્રમ્પ'નું દિગ્દર્શન રોબર્ટ જેમેકિસે કર્યું હતું. 1994માં રિલીઝ થયેલી આ ફિલ્મએ 6 ઓસ્કાર પોતાના નામે કર્યાં હતા. 

(ફોટો સાભાર : Sonal Singh)

5/7
આ ફિલ્મએ છ ઓસ્કાર પોતાના નામે કર્યા હતા
આ ફિલ્મએ છ ઓસ્કાર પોતાના નામે કર્યા હતા

આમિર ખાને જણાવ્યું કે, ફિલ્મ માટે કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે. તેનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થશે. તે માટે મારા વજન ઘટાડવો પડશે. હું 20 કિલોગ્રામ વજન ઓછો કરીશ, કારણ કે મારે પાતળું દેખાવું પડશે. 

(ફોટો સાભાર : Sonal Singh)

6/7
ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે
ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે

ફિલ્મ નિર્માતાઓએ હજુ તેની રિલીઝ તારીખ નક્કી કરી નથી પરંતુ તે તેને 2020માં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યાં છે. 

(ફોટો સાભાર : Sonal Singh)

7/7
આમિર ખાનની એક અલગ ઓળખ છે.
આમિર ખાનની એક અલગ ઓળખ છે.

મહત્વનું છે કે, બોલીવુડમાં સિતારાની ભીડથી અલગ આમિર ખાનની ઓળખ છે. લાંબા-લાંબા સમયગાળા બાદ રિલીઝ થનારી તેની ફિલ્મ તેના ફેન્સ માટે એક મોટી ગિફ્ટ બનીને આવે છે. પરંતુ આમિર પણ પોતાના ફેન્સની આશા પૂરી કરવા માટે જી જાનથી મહેનત કરે છે. 

(ફોટો સાભાર: Instagram)





Read More