કંગના રનૌત પોતાની અનોખી એક્ટિંગ અને સ્ટાઇલને કારણે જાણતી છે. કંગના ભગવાન શિવની બહુ મોટી ભક્ત છે. હાલમાં કંગના શિવરાત્રિ પછી ભગવાન શિવના દર્શન માટે રામેશ્વરમ પહોંચી ગઈ હતી અને શિવશંકરના આશીર્વાદ લીધા હતા. ટીમ કંગના દ્વારા અપલોડ કરવામાં આવેલી કંગનાની રામેશ્વરમ મુલાકાતની તસવીરોમાં તે ભગવાન શંકરની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરતી જોવા મળી રહી છે. કંગનાએ રામેશ્વરમમાં ડો. એપીજે અબ્દુલ કલામના ઘરની મુલાકાત પણ લીધી હતી અને તેમના સ્મારક પર નમન કર્યું હતું.