PHOTOS

વાઈટ કલરમાં આ હીરોઈનોને જોઈ તમે પણ કહેશે Wow...ગરમી માટે બેસ્ટ છે આ ફેશન ફંડા

Disha Patani, Shraddha Kapoor and Avneet Kaur Photos: બોલિવૂડ સુંદરીઓ તેમના સ્ટાઇલિશ અને અદ્ભુત દેખાવ સાથે કોઈપણ પાર્ટી, ઇવેન્ટ અથવા ફંક્શનમાં જમાવટ કરતી હોય છે. આવા કાર્યક્રમોમાં અભિનેત્રીઓ તેમના લૂક અને અપિરિયન્સથી આસપાસના સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે. આ જ મોકો હોય છે જ્યાં તેમને ડિરેક્ટર, નિર્દેશક મળી જાય તો તેમની આગળની જર્ની આસાન થઈ જાય. ત્યારે આવા જ ઈરાદાઓ સાથે આ વખતે વાઈટ કલરમાં ધૂમ મચાવી રહી છે બોલીવુડની બેબી ડોલ,,,,જુઓ તસવીર...

Advertisement
1/6
દિશા પટણી
દિશા પટણી

અભિનેત્રી દિશા પટણી તેની નવી ફિલ્મ 'યોધા'ને લઈને ચર્ચામાં છે. યોધામાં એક્શન બતાવ્યા બાદ દિશા સ્ટેજ પર ગ્રેસ બતાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઓફ શોલ્ડર ફ્રિલ સાથે સફેદ રંગનો હાઈ સ્લિટ ગાઉન પહેર્યો છે.

2/6
દિશા 
દિશા 

દિશા પટણીએ વ્હાઇટ ગાઉન સાથે કોઇ હેવી જ્વેલરી કેરી કરી ન હતી. દિશાએ તેનો લુક સટલ મેકઅપ સાથે પૂર્ણ કર્યો છે અને અભિનેત્રીએ તેના વાળને બનમાં સ્ટાઈલ કર્યા છે. દિશા પટણીનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર ઘણો લાઈમલાઈટ મેળવી રહ્યો છે.

Banner Image
3/6
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ ગ્રાઝિયા યંગ ફેશન એવોર્ડ્સ 2024ની સાંજે સફેદ રંગના ડ્રેસમાં તેના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કર્યો હતો. અભિનેત્રીએ તેના ભવ્ય દેખાવ માટે કોઈપણ પ્રકારની જ્વેલરી કેરી કરી ન હતી. શ્રદ્ધા કપૂરે ઓફ શોલ્ડર વન પીસ ડ્રેસ સાથે બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે.

4/6
ભવ્ય દેખાવ
ભવ્ય દેખાવ

શ્રદ્ધા કપૂરે માઈક્રો મેક-અપ સાથે તેના લૂકને સેટ કર્યો હતો. પૂર્ણ કર્યો અને તેના વાળને વચ્ચેથી છૂટા કર્યા અને તેને ખુલ્લા છોડી દીધા. વ્હાઇટ ડ્રેસમાં શ્રદ્ધા કપૂરનો એલિગેન્ટ લુક નેટીઝન્સ પસંદ કરી રહ્યા છે.

5/6
અવનીત કૌર
અવનીત કૌર

સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી અવનીત કૌર પણ વાઈટ ડ્રેસમાં એવોર્ડ નાઈટમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ સફેદ રંગનો ઓફ શોલ્ડર મિની ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસની સાથે અવનીતે કાનમાં લટકતી ઈયરિંગ્સ પણ પહેરી હતી.  

6/6
સ્ટાઇલિશ દેખાવ
સ્ટાઇલિશ દેખાવ

અવનીત કૌરે સફેદ ડ્રેસ સાથે સિલ્વર હાઈ હીલ્સ પહેરી હતી. અવનીત કૌરે મેકઅપ ગ્લોસી રાખ્યો હતો. હેર સ્ટાઈલની વાત કરીએ તો હીરોઈને પોતાના વાળને એક બાજુથી પાર્ટિશન કરીને ખુલ્લા છોડી દીધા હતા. અવનીત કૌર તેના ગ્લેમરસ લુકથી બધાને એટ્રેક્ટ કરી રહી હતી.





Read More