PHOTOS

જ્યાં 39 નબીરા દારૂ પીતા ઝડપાયા, સાણંદની એ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પડેલા દરોડાની તસવીરો

Sanand Liquor Party Raid : સાણંદમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા.... પાર્ટીમાં 100 પૈકી 39 લોકો મહેફિલ માણતા પકડાયા... 26 યુવતીઓને નોટિસ આપી કરાઈ મુક્ત.. તો 13 યુવાનોની અટકાયત.... 
 

Advertisement
1/10
સાણંદની હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીમા દારૂ પીરસાયો 
સાણંદની હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીમા દારૂ પીરસાયો 

અમદાવાદના સાણંદમાં સૌથી મોટી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. નાની દેવતી ગામે ગ્લેડ વન રિસોર્ટમાં ચાલતી દારૂની મહેફિલમાં 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂ પીતા પકડાયા છે. યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે. તો 13 યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી છે. દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

2/10
પ્રતિક સાંધીએ આયોજન કર્યું હતું
પ્રતિક સાંધીએ આયોજન કર્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાણંદમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ વન ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા.  રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતા. બર્થ ડે પાર્ટીનો આયોજક પ્રતિક સાંધી અમદાવાદનો હોવાની માહિતી સામે આવી છે. જે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. દારૂ પિધેલા તમામની વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. અને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

Banner Image
3/10
39 નબીરા દારૂ પીતા પકડાયા 
39 નબીરા દારૂ પીતા પકડાયા 

સાણંદમાં ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટમાં શરાબની મહેફિલ પર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. બર્થડે પાર્ટીમાં 70-80 લોકો અને દારૂ હોવાની માહિતી મળી હતી. જેથી સાણંદ પોલીસે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ અને 2 પંચોની મદદથી રેડ પાડી હતી. સમગ્ર પાર્ટીનો આયોજક પ્રતીક સાંઘી અમદાવાદનો હોવાનું સામે આવ્યું હતું. બ્રેથ એનાલાઈઝરથી તપાસમાં 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ નશીલી હાલતમાં મળ્યા હતા. મેડિકલ બ્લડ સેમ્પલ માટે વધુ તપાસ શરૂ કરાઈ છે. તો 5 સીલબંધ દારૂની બોટલો જપ્ત કરાયો છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. 

4/10
પોલીસ તપાસમા સામે આવ્યું કે, 
પોલીસ તપાસમા સામે આવ્યું કે, 

રેડ દરમિયાન પોલીસને 20 ખાલી બોટલ, 5 ભરેલી બોટલ, 2-3 અડધી બોટલ મળી આવી છે. બેથી ત્રણ હુક્કા મળી આવ્યા છે. પોલીસ તપાસ માટે 39 લોકોને CHC મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા છે. પ્રતીક સાંઘી મેફેર એપાર્ટમેન્ટ, શિવરંજની ચાર રસ્તા ખાતે રહે છે. દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો 35 થી 40 વર્ષના હોવાનુ ખૂલ્યુ છે. પ્રતીક સાંઘી પણ બ્રેથ એનલાઇઝરમાં પોઝિટિવ આવ્યા છે. તેથી તેઓએ પણ દારૂ પીધો હોવાનું ખૂલ્યું છે.   

5/10
પ્રતિક સાંધીએ ખોટું સરનામું લખાવ્યું?
પ્રતિક સાંધીએ ખોટું સરનામું લખાવ્યું?

સાણંદમાં પકડાયેલ દારૂની મહેફિલનુ આયોજન પ્રતિક સાંધીએ પોતાના બર્થ ડે અંતર્ગત કર્યું હતું. પ્રતીક સાંધી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે. ફરિયાદમાં પ્રતિક સાંધીએ શિવરંજની પાસે d mart પાછળના મેફેર એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે પ્રતીક સાંધીના ફરિયાદમાં લખાવેલા સરનામા પર ઝી 24 કલાક પહોંચ્યું હતું. મકાનમાં રહેતા સભ્યે હાલ મકાન તેમના નામે નહિ અને અહીં 3 વર્ષથી ન રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો. 

6/10
આખી રાત ભલામણના ફોન આવ્યા
આખી રાત ભલામણના ફોન આવ્યા

સાણંદ પોલીસ અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર ભલામણના ફોન રણક્યાં હતા. રાત્રિના 1 વાગ્યાથી લઈને અત્યાર સુધી પોલીસે કાર્યવાહી કરી. રાત્રે એસપી ઓમ પ્રકાશ જાટ, એક ડીવાયસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો રેડમાં જોડાયો હતો. બર્થ ડે પાર્ટીનું આયોજન કરનાર પ્રતીક દારૂ ક્યાંથી લાવ્યો એ અંગે તપાસ શરૂ કરી છે. પાર્ટીમાં બોલવા માટેથી પ્રતીકે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો હતો.  

7/10

બર્થડે પાર્ટી બેક્યોટ હોલમાં રાખવામાં આવી હતી, જ્યાં દારૂ પણ પીરસવામાં આવ્યો હતો. પોલીસ જ્યા દારૂની પાર્ટી પહોંચ ત્યારે હોલમાં દારૂ, હુક્કાની ગુડગુડ અને ઊંચા અવાજે સંગીત ચાલી રહ્યું હતું. પહેલા 90 લોકોને ડીટેઇન કરવામાં આવ્યા હતા.   

8/10
સાણંદમાં 24 કલાકમાં બે દારૂની મહેફિલ ઝડપાઈ
સાણંદમાં 24 કલાકમાં બે દારૂની મહેફિલ ઝડપાઈ

આજે ગ્લેડ રિસોર્ટમાંથી સૌથી મોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે. આ ઉપરાંત રવિવારે સાણંદમાં કલહાર બ્લૂ એન્ડ ગ્રીન વિલામાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. 358 નંબરના બંગલામાંથી પોલીસે રેડ દરમિયાન 12 લોકોની ધરપકડ કરી હતી. વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે બાતમીના આધારે આ પાર્ટી પર પણ દરોડા પાડ્યા હતા.   

9/10
10/10




Read More