ભાદરવાની પૂર્ણિમાથી ભાદરવાની અમાસ સુધી પિતૃ પક્ષમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન 2 ગ્રહણ પડે છે.
હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. અત્રે જણાવવાનું કે શ્રાદ્ધ પક્ષ દર વર્ષે 15 દિવસ માટે આવે છે. આ દિવસોમાં આપણે પૂર્વજો નિમિત્તે શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ. પિતૃ પક્ષ ભાદરવા મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાના વદ પક્ષની અમાસ સુધી રહે છે. આ વર્ષે પિતૃ પક્ષ લગભગ 7 સપ્ટેમ્બરથી 21 તારીખ સુધી રહી શકે છે. પિતૃ પક્ષમાં આ વર્ષે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થઈ રહ્યા છે. ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર જ્યારે સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બર થશે. આવામાં આ ગ્રહણ થવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોની આવકમાં વધારો અને નોકરીમાં પદોન્નતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મકર રાશિના જાતકો માટે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ લાભકારી રહી શકે છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સમયગાળામાં તમારી વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ આંબવાની તક છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને સંચાર કૌશલમાં સુધારો થશે. લેખન, મીડિયા કે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોનો વિશેષ લાભ મળશે. આ સમય દરમિયાન તમે ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો.
ચંદ્ર અને સૂર્ય ગ્રહણ મિથુન રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. નવી યોજનાઓ શરૂ થઈ શકે છે કે રોકાણ માટે સમય અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. અપરિણીતોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે.
ધનુ રાશિવાળા માટે ચંદ્ર અને સૂર્ય ગ્રહણ શુભ ફળદાયી રહી શકે છે. આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે. તમે અનેક સ્ત્રોતથી ધન કમાવવામાં સફળ થશો. કૌટુંબિક જીવનમાં સુખ અને સામંજસ્ય વધશે. સંપત્તિ કે વાહનની ખરીદી માટે શુભ સમય છે. જોબ કરનારાઓને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.