PHOTOS

PM Mementos e-Auction: હરાજીમાં નીરજ ચોપડાના ભાલાની સૌથી વધુ કિંમત, જાણો કઈ ભેટ પર કેટલી બોલી લાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીનો ગઈ કાલે અંતિમ દિવસ હતો. લોકોમાં પ્રધાનમંત્રીને મળેલી ભેટમાં મળેલી કલાકૃતિઓ, સ્મૃતિ ચિન્હો અને અન્ય વસ્તુઓની ખરીદી કરવામાં ખુબ રસ જોવા મળ્યો.

Advertisement
1/5
નીરજ ચોપડાનો ભાલો
નીરજ ચોપડાનો ભાલો

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને ભાલાફેંકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ અપાવીને ઈતિહાસ રચનારા નીરજ ચોપડા ખુબ ચર્ચામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની હરાજીમાં આ ભાલાએ ધૂમ મચાવી. નીરજ ચોપડાના ઓટોગ્રાફવાળા આ ભાલા માટે સરકાર તરફથી બેસ પ્રાઈઝ જ એક કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. લોકોએ નીરજ ચોપડાના ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલમાં ઉપયોગમાં લેવાયેલા ભાલા માટે 1.5 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી. 

2/5
સીએ ભવાની દેવીની તલવાર
સીએ ભવાની દેવીની તલવાર

પ્રધાનમંત્રીને મળેલી ભેટમાં બીજી સૌથી ઊંચી  બોલી સીએ ભવાની દેવીની તલવાર માટે લાગી. ભવાની દેવી પહેલી મહિલા તલવારબાજ છે જેમણે કોઈ ઓલિમ્પિક મુકાબલામાં ક્વોલિફાય કર્યું છે. હરાજી માટે રાખવામાં આવેલી તલવાર તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020 મુકાબલા દરમિયાન ઉપયોગમાં લીધી હતી. 60 લાખ રૂપિયાની બેસ પ્રાઈઝવાળી આ તલવાર માટે લોકોએ 1.25 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી છે. 

Banner Image
3/5
સુમિત અંતિલનો ભાલો
સુમિત અંતિલનો ભાલો

હરાજીમાં ત્રીજી સૌથી ઊંચી બોલી પણ ભાલા માટે જ લાગી. આ ભાલો ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને પહેલીવાર ભાલાફેંકમાં ગોલ્ડ અપાવનારા એથલિટ સુમિત અંતિલનો છે. 1 કરોડ રૂપિયાની બેસ પ્રાઈઝવાળા આ ભાલા માટે લોકોએ 1 કરોડ 25 હજારની બોલી લગાવી છે. સુમિતે આ ભાલો ટોક્યો પેરાલિમ્પિકમાં પદક જીતવા માટે વાપર્યો હતો. 

4/5
આ ભેટોને મળી સૌથી વધુ બોલી
આ ભેટોને મળી સૌથી વધુ બોલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. તેમને મળેલી ભેટને મેળવવા માટે લોકોમાં ખુબ રસ જોવા મળ્યો. એવા પણ કેટલાક ઉપહાર જોવા મળ્યા જેને મેળવવા માટે લોકોએ ખુબ બોલી લગાવી. આ ભેટમાં પુણે મેટ્રો લાઈનનું સ્મૃતિ ચિન્હ, શ્રી પદ્મનાભ સ્વામિની સ્મૃતિ ચિન્હ, 6 ઘોડાનો રથ વગેરે પ્રમુખ છે. 

5/5
શું ઉપયોગ થશે આ રકમનો?
શું ઉપયોગ થશે આ રકમનો?

છેલ્લા ત્રણ વખતથી પ્રધાનમંત્રીને નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની તેમના જન્મદિવસના અવસર પર હરાજી થઈ રહી છે. આ વખતે કોરોના મહામારીને જોતા હરાજી  ઓનલાઈન રાખવામાં આવી હતી. 2019માં થયેલી હરાજીમાં સરકારને 15 કરોડ 13 લાખ રૂપિયા મળ્યા હતા. આ વખતે લગભગ 2700 ભેટની હરાજી થઈ. જેમાંથી મળનારી રકમને નમામિ ગંગે  (Namami Gange)  મિશનમાં ઉપયોગમાં લેવાશે. 





Read More