PM Modi Diet: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 72 વર્ષના છે. તેમના સ્વાસ્થ્ય અને એનર્જી લેવલ હંમેશા ચર્ચાનો વિષય બનેલું રહે છે. આજે અમે તમને પીએમ મોદીના આહારની તે પાંચ વસ્તુ જણાવીશું, જેના કારણે તેમનામાં આ ઉર્જા આવે છે.
દરેકના મનમાં સવાલ ઉઠતો રહે છે કે પીએમ મોદી 18 કલાક કામ કરવા અને ગંભીર મુદ્દામાં વ્યસ્ત રહેવા છતાં ખુદને એક્ટિવ અને ફિટ રાખવા માટે શું કરે છે. તેમનો ફિટનેસ મંત્ર શું છે. તો અમે જણાવી દઈએ કે પીએમે ઘણીવાર પોતાની દિનચર્યા, અને ફિટનેસ મંત્ર વિશે જણાવી ચુક્યાં છે. આજે અમે તમને તે વસ્તુ વિશે જણાવી રહ્યાં છીએ, જેને પીએમ મોદી પોતાના ડાઇટમાં સામેલ કરે છે.
ડ્રમસ્ટિક પરાઠા પીએમ મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ દરમિયાન એકવાર જણાવ્યું હતું કે સપ્તાહમાં એક કે બે વખત ડ્રમસ્ટિક પરાઠા જરૂર ખાય છે.
સ્વાસ્થ્યને લાભ મહત્વનું છે કે આયુર્વેદ અનુસાર ડ્રમસ્ટિક પરાઠાને 300 બીમારીઓની ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય ગુણધર્મો ડ્રમસ્ટિકના તમામ ભાગોમાં હોય છે, પાંદડા, બીજથી દાંડી સુધી.
પહાડી મશરૂમ એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે તે હિમાચલમાં ઉગતા પહાડી મશરૂમનું સેવન કરે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
સ્વાસ્થ્યને લાભ પહાડી મશરૂમને મોરેલ મશરૂમ કહેવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે. આ સાથે તે લીવરને ડિટોક્સ કરવા, ઇમ્યુનિટી વધારવા, હાર્ટની બીમારીઓથી બચાવ કરવામાં મદદ કરે છે.
હળદરનું સેવન ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરા થવા પર ફિટનેસ અને હેલ્થ વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તે નિયમિત હળદરનું સેવન કરે છે.
સ્વાસ્થ્યને લાભ આયુર્વેદમાં હળદરને સૌથી વધુ પ્રભાવકારી ઔષધિઓમાં ગણવામાં આવે છે. તેમાં એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીટ્યૂમર, એન્ટીસેપ્ટિક, એન્ટીવાયરલ, કાર્ડિયોપ્રોટેક્ટિવ (હાર્ટને સ્વસ્થ રાખનાર ગુણ), હેપટોપ્રોટેક્વિ અને નેફ્રોપોટેક્ટિવ (કિડનીને સ્વાસ્થ્ય રાખનાર ગુણ) મુખ્યરૂપથી હાજર હોય છે.
વઘારેલી ખીચડી પ્રધાનમંત્રી સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ વઘારેલી ખીચડીનું સેવન કરે છે. પરંતુ તે મસાલેદાર હોય છે, પરંતુ પીએમ મોદી તેને ઓછા મસાલા સાથે ખાવાનું પસંદ કરે છે. તેમાં ચોખા અને મગની દાળને હળદર અને મીઠા સાથે પકાવ્યા બાદ રાઈ, જીરા, લસણ, લીંબડો અને ધાણાનો તડકો લગાવવામાં આવે છે.
સ્વાસ્થ્યને લાભ ખીચડી સુપાચ્ય હોવાની સાથે વિટામિન બી, પોટેશિયમ, ફાસ્ફોરસ, ફોલિક એસિડ, મેંગનીઝ અને તમામ જરૂરી એમીનો એસિડથી ભરપૂર હોય છે. તેને હળદર જેવા મસાલાની સાથે બનાવવામાં આવે છે. જે ખીચડી શરીરને લાભ આપે છે.
દરરોજ દહીંનું સેવન - પ્રધાનમંત્રીના ભોજનમાં દરરોજ દહીં સામેલ હોય છે. તે ભોજનમાં એક વાટકી દહીં જરૂર ખાય છે.
સ્વાસ્થ્યને લાભ - દહીંને પાચન માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે અનહેલ્ધી વજન, નબળી ઇમ્યુનિટી, નબળા દાંત-હાંડકા અને હાર્ટ સંબંધિત ગંભીર બીમારીઓ જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન બી-12, વિટામિન બી-2, મેગ્નીશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે.
Disclaimer- અહીં આપવામાં આવેલી જાણકારી પ્રધાનમંત્રીએ અલગ-અલગ સમયે આપેલા નિવેદનના આધાર પર છે. જે વસ્તુ જણાવવામાં આવી છે. તેને ખુદ પીએમ મોદીએ પોતાની ડાઇટમાં હોવાનું જણાવ્યું છે.