PHOTOS

એફિલ ટાવરથી પણ ઊંચો પુલ, જેની આગળ આંધી-તોફાન ભૂકંપ, ધડાકા વામણા...જાણો ચિનાબ બ્રિજની ખાસિયતો

ને કાશ્મીરમાં પહેલીવાર ટ્રેન પહોંચવાની છે. 130 વર્ષનો ઈન્તેજાર આજે ખતમ થશે. આજે દેશના બાકી ભાગોથી ઘાટી રેલવે દ્વારા કનેક્ટ થઈ ગઈ. આ શક્...

Advertisement
1/8
ચિનાબ બ્રિજ
ચિનાબ બ્રિજ

ધરતીનું સ્વર્ગ કહેવાતા જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર ટ્રેન પહોંચશે. 130 વર્ષનો ઈન્તેજાર ખતમ થયો. આજે દેશના બાકી ભાગો સાથે કાશ્મીર ઘાટી કનેક્ટ થઈ. ચિનાબ નદી પર દુનિયાના સૌથી ઊંચો રેલવે બ્રિજનું ઉદ્ધાટન થયું. પીએમ મોદીએ આજે કટરાથી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી દેખાડી. ઉધમપુર-કટરા-શ્રીનગર-બારામુલ્લા રેલવે લાઈન આજથી શરૂ થઈ. 272 કિમી લાંબી રેલવે લાઈન આજે પીએમ મોદીએ દેશને સમર્પિત કરી  તથા દુનિયાના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું પણ ઉદ્ધાટન કર્યું. 

2/8
બર્ફીલી વાદીઓમાં દોડશે વંદે ભારત
બર્ફીલી વાદીઓમાં દોડશે વંદે ભારત

ચિનાબ નદીની સપાટીથી 359 મીટર ઊંચા ચિનાબ રેલવે પુલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. આજે આ રેલવે બ્રિજથી વંદે ભારત પણ પસાર થશે. જેટલો સુંદર અને ખાસ આ બ્રિજ છે એટલો જ તેને બનાવવામાં લાંબો સમય લાગ્યો. 22 વર્ષમાં બનીને તૈયાર થયેલો આ બ્રિજ એન્જિનિયરિંગની કમાલ છે. વર્ષો સુધી અટકી રહ્યા બાદ આ બ્રિજને હવે પૂરો કરવામાં આવ્યો છે. ચિનાબ નદી પર બ્રિજ બનાવવાનું કામ કેટલું મુશ્કેલ હતું કે ઘાટીમાં ટ્રેન પહોંચાડવામાં 130 વર્ષ લાગી ગયા. 

Banner Image
3/8
22 વર્ષમાં મળ્યો ચિનાબ બ્રિજને આકાર
22 વર્ષમાં મળ્યો ચિનાબ બ્રિજને આકાર

ચિનાબ બ્રિજ પ્રોજેક્ટને વર્ષ 2023માં મંજૂરી મળી હતી. કામ પણ શરૂ થઈ ગયું. પરંતુ બ્રિજ બનાવવામાં અનેક પડકારો હતા. વર્ષ 2009માં તેનું નિર્માણ પૂરું થવાનું હતું પરંતુ ત્યાં સુધીમાં ફક્ત આધારભૂત કામ જ પૂરા થઈ શક્યા. વર્ષ 2017 માં 3200 કર્મચારીઓ અને એન્જિનિયરો લગાવવામાં આવ્યા જેથી કરીને કામ જલદી પૂરું થઈ શકે. વર્ષ 2021 માં પુલના આર્કને બનાવવાનું કામ શરૂ થયું અને પુલ પર ટ્રેક બિછાવવામાં આવી. વર્ષ 2024માં ટ્રેનોની ટ્રાયલ શરૂ કરવામાં આવી અને લગભગ 22 વર્ષ બાદ આજે 6 જૂનના રોજ આ બ્રિજનું ઉદ્ધાટન થયું. 

4/8
કાશ્મીર રેલ લિંકમાં શું ખાસ, કઈ વસ્તુઓથી બન્યો બ્રિજ
કાશ્મીર રેલ લિંકમાં શું ખાસ, કઈ વસ્તુઓથી બન્યો બ્રિજ

ચિનાબ બ્રિજ બનાવવામાં 29000 મેટ્રિક ટન સ્ટીલ, 66,252 ક્યુબિક મીટર કોન્ક્રિટ લાગ્યા છે. 10,00,000 ક્યુબિક મીટર માટી-રેતી-મેરંગ લાગ્યા છે. બ્રિજના રોક બોલ્ડ અને કેબલ એન્કરની લંબાઈ 84 કિમીની છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક 272 કિમીની છે. આ રેલવે લાઈન પર 36 સુરંગ રૂટ છે. જેની લંબાઈ 119 કિમી છે. રેલવે લાઈન પર 943 રેલવે બ્રિજ છે. 

5/8
ચિનાબ બ્રિજની ખાસિયત
ચિનાબ બ્રિજની ખાસિયત

આ બ્રિજ પેરિસના એફિલ ટાવરથી 35 મીટર ઊંચો છે. આ બ્રિજમાં -10 ડિગ્રી સેલ્સિયસથી લઈને 40 ડિગ્રીનું તાપમાન ઝેલવાની ક્ષમતા છે. બ્રિજ 120 વર્ષ સુધી સંચાલન ક્ષમતા ધરાવે છે. 40 કિલો સુધી ટીએનટી ગોળા બારૂદ પણ આ બ્રિજનું કશું ઉખાડી શકશે નહીં. 8ની તીવ્રતાવાળા ભૂકંપથી પણ આ પુલને કોઈ નુકસાન નહીં થાય. 260 કિમી પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડું આવે તો પણ કશું ન બગાડી શકે. બ્રિજના દરેક પાર્ટને  ખાસ રીતે 63 મિલીમીટરના બ્લાસ્ટ પ્રુફ સ્ટીલથી બનાવવામાં આવ્યો છે. આતંકી હુમલાની સ્થિતિમાં પણ આ પુલને કોઈ ફરક પડશે નહીં. 

6/8
ચિનાબ બ્રિજમાં શું છે ખાસ
ચિનાબ બ્રિજમાં શું છે ખાસ

કેન્દ્રીય  રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જમ્મુ અને શ્રીનગર રેલવે લાઈન પર બનેલા ચિનાબ બ્રિજને એક એન્જિનયરિંગ માર્બલ ગણાવ્યો. તેમણે કહ્યું કે તેને 260 કિલોમીટર પ્રતિકલાક સુધીનો પવન અને સિસ્મિક ઝોન 5 પ્રમાણે ડિઝાઈન કરાયો છે. એટલે કે આંધી તોફાનની તેના પર કોઈ અસર થશે નહીં. ભૂકંપ પણ નુકસાન નહીં પહોંચાડી શકે. 

7/8
દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ
દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ

તેમણે આ બ્રિજની ખાસિયત વિશે જણાવતા કહ્યું કે તેની ડિઝાઈન ખુબ પેચીદી છે અને તેનું ફાઉન્ડેશન અડધા ફૂટબોલ  મેદાન બરાબર છે અને  તેમાં 30,000 ટન સ્ટીલ લાગેલું છે. આ સાથે જ કહ્યું કે તે દુનિયાનું સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે. 

8/8
કઈ કંપનીએ બનાવ્યો
કઈ કંપનીએ બનાવ્યો

કાશ્મીરની વિકાસ ગાથા લખનારા આ બ્રિજથી આજથી રેલવે સેવા શરૂ થઈ જશે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ આ ચિનાબ બ્રિજના બે છેડા કૌડી અને બક્કલ ગામને જોડે છે. આ પુલને બનાવવાનું કામ એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(Afcons Infrastructure Limited) એ કર્યું છે. જો કે આ પ્રોજેક્ટમાં અનેક કંપનીઓ સામેલ છે. USBRL પ્રોજેક્ટ એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત વીએસએલ ઈન્ડિયા અને દક્ષિણ કોરિયાની અલ્ટ્રા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ કંપની પણ સામેલ છે. જ્યારે કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડે ઉત્તરી રેલવે તરફથી આ સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ કરી. ચિનાબ પુલની ડિઝાઈન ફિનલેન્ડના ડબલ્યુએસપી ગ્રુપ અને જર્મનીના લિયોનહાઈટ એન્ડ્રા એન્ડ પાર્ટનરે પૂરું કર્યું. જ્યારે પુલને બ્લાસ્ટ પ્રુફ બનાવવાનો શ્રેય રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન  (DRDO) ને જાય છે. 





Read More