PHOTOS

Photos: વારાણસી ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, ડિઝાઈનમાં ડમરું-ત્રિશુળ, જુઓ બન્યા બાદ કેવું લાગશે

 ભગવાન શિવની નગરી કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ આજે વારાણસીમાં આ સ્ટેડિયમની આધારશિલા મૂકી. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કાશીને સંબોધતા કહ્યું કે આ સ્ટેડિયમની ડિઝાઈન મહાદેવને સમર્પિત છે

Advertisement
1/9
પીએમ મોદીએ મૂકી આધારશિલા
પીએમ મોદીએ મૂકી આધારશિલા

Varanasi International Cricket Stadium:  ભગવાન શિવની નગરી કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ આજે વારાણસીમાં આ સ્ટેડિયમની આધારશિલા મૂકી. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કાશીને સંબોધતા કહ્યું કે આ સ્ટેડિયમની ડિઝાઈન મહાદેવને સમર્પિત છે. અહીં આજુબાજુના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્ટેડિયમમાં ટ્રેનિંગનો લાભ મળશે જેનો સૌથી વધુ ફાયદો કાશીને થશે. યુપીનું આ પહેલું સ્ટેડિયમ છે જેના નિર્માણમાં બીસીસીઆઈનું પણ યોગદાન રહેશે. જ્યારે આટલું મોટું સ્ટેડિયમ બને તો તેની અસર અર્થશાસ્ત્ર ઉપર પણ પડતી હોય છે. સ્ટેડિયમમાં જ્યારે મોટું આયોજન થાય તો વધુ દર્શકો પણ આવે છે. હોટલથી લઈને ખાણી પીણીની નાની દુકાનો સુદ્ધાને ફાયદો થાય છે. 

2/9
સચિન તેંડુલકર, કપિલ દેવ સહિત દિગ્ગજ હસ્તીઓ હાજર
સચિન તેંડુલકર, કપિલ દેવ સહિત દિગ્ગજ હસ્તીઓ હાજર

આ કાર્યક્રમમાં મચ પર યુપીના મુખ્યમંત્રી ઉપરાંત સચિન તેંડુલકર, રોજર બિન્ની, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, જય શાહ સહિત દિગ્ગજ હસ્તીઓ હાજર રહ્યા. 

Banner Image
3/9
ક્યાં બનશે આ સ્ટેડિયમ
ક્યાં બનશે આ સ્ટેડિયમ

આ સ્ટેડિયમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં રાજાતળાવના ગંજારીમાં 30 એકરથી વધુના વિસ્તારમાં વિક્સિત કરવામાં આવશે. 

4/9
કેટલો ખર્ચ થશે
કેટલો ખર્ચ થશે

સ્ટેડિયમને લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે વિક્સિત કરવામાં આવશે. યુપી સરકારે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ માટે ભૂમિ સંપાદન પર 121 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સ્ટેડિયમના નિર્માણ પર લગભગ 330 કરોડ રૂપિયા ખર્ચ કરશે.   

5/9
30,000 દર્શકોની ક્ષમતા
30,000 દર્શકોની ક્ષમતા

વારાણસીના આ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 30,000 દર્શકોની હશે. સ્ટેડિયમમાં દર્શકોને બેસવાની વ્યવસ્થા વારાણસીના ઘાટોની સિડીઓ જેવી હશે. આ સ્ટેડિયમ ત્રણ વર્ષની અંદર તૈયાર થાય તેવી આશા છે. સ્ટેડિયમનું મુખ્ય બિલ્ડિંગ ભગવાન શિવના ડમરુની જેમ ડિઝાઈન કરાશે.   

6/9
અત્યાધુનિક સુવિધાઓ
અત્યાધુનિક સુવિધાઓ

સ્ટેડિયમ અત્યાધુનિક સુવિધાઓથી લેસ હશે, જેમાં ફ્લડલાઈટ્સ, અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ, અને તમામ લેટેસ્ટ સુવિધાઓવાળું ક્લબ હાઉસ સામેલ હશે. આ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ક્રિકેટરો માટે અલગથી પ્રેક્ટિસ ગ્રાઉન્ડ હશે. 

7/9
ધાર્મિક થીમ
ધાર્મિક થીમ

ગંજારીમાં બનવા જઈ રહેલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમની થીમ ધાર્મિક હશે. તે દેશનું પહેલું એવું સ્ટેડિયમ હશે જેની ડિઝાઈનમાં ભગવાન શિવ અને તેમની નગરી કાશીની ઝલક જોવા મળશે. 

8/9
વારાણસીના ઘાટની સિડીઓ આધારિત બેઠક વ્યવસ્થા
વારાણસીના ઘાટની સિડીઓ આધારિત બેઠક વ્યવસ્થા

તેમાં અર્ધચંદ્રાકાર છતના કવર, ત્રિશુલના આકારની ફ્લડલાઈડ્સ, ઘાટ સિડીઓ પર આધારિત બેઠક વ્યવસ્થા અને આગળના હિસ્સા પર બિલિપત્ર આકારની ધાતુની ચાદરોની ડિઝાઈનથી વિક્સિત કરાશે.   

9/9
બિલિપત્રની ડિઝાઈન જેવો એન્ટ્રી ગેટ
બિલિપત્રની ડિઝાઈન જેવો એન્ટ્રી ગેટ

તેના એન્ટ્રી ગેટને ભગવાન શિવના અતિ પ્રિય એવા બિલિપત્રની જેમ ડિઝાઈન કરાશે. સ્ટેડિયમનો બહારનો ભાગ ગંગા ઘાટની સિડીઓની જેમ દેખાશે. તે ડિસેમ્બર 2025 સુધીમાં તૈયાર થાય તેવી આશા છે અને તે કાનપુર અને લખનઉ બાદ યુપીનું ત્રીજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બની જશે.   





Read More