PHOTOS

PM & MPs Salary: કેટલો મળશે PM ને પગાર, સાંસદો અને મંત્રીઓને કઇ-કઇ મળે છે સુવિધાઓ?

PM Narendra Modi and Member of Parliament salary: નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદની શપથ લેવા જઇ રહ્યા છે. મોદી 3.0 શપથ ગ્રહણ સમારોહની બધી તૈયારીઓ કરી ચૂકી છે. લગભગ 9000 ખાસ મહેમાનોની હાજરીમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ પદની શપથ લેશે. 
 

Advertisement
1/7
કેટલો મળશે PM મોદીને પગાર
કેટલો મળશે PM મોદીને પગાર

નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદની શપથ લેવા જઇ રહ્યા છે. મોદી 3.0 શપથ ગ્રહણ સમારોહની બધી તૈયારીઓ કરી ચૂકી છે. લગભગ 9000 ખાસ મહેમાનોની હાજરીમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ પદની શપથ લેશે. આ સાથે જ કેબિનેટ મંત્રીમંડળના કેટલાક મંત્રી પણ શપથ લઇ શકે છે. 

2/7
પ્રધાનમંત્રીનો પગાર
પ્રધાનમંત્રીનો પગાર

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને દર મહિને 1.66 લાખ રૂપિયા પગાર મળશે. 50 હજાર રૂપિયાના મૂળ પગારની સાથે તેમને 3000 રૂપિયા એક્સપેન્સ એલાઉન્સ, 45000 રૂપિયા પાર્લામેન્ટરી એલાઉન્સ અને 2000 રૂપિયાનું દૈનિક ભથ્થું મળવા લાગશે. ભારતના વડાપ્રધાનને પગાર ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ પણ મળે છે. સરકારી મકાન, એપીજીની સુરક્ષા, સરકારી વાહનો અને વિમાનમાં ચૂકવણીની મુસાફરીની સુવિધા અને ભોજન ખર્ચ, ટેલિફોન કનેક્શન, આંતરરાષ્ટ્રીય પ્રવાસો પરનો સ્ટાફ જેવી સુવિધાઓ મળે છે.

Banner Image
3/7
ફ્રી ટ્રાવેલની સુવિધા
ફ્રી ટ્રાવેલની સુવિધા

આ ઉપરાંત પીએમને 2000 રૂપિયાનું દૈનિક ભથ્થું પણ મળે છે. આંતરરાષ્ટ્રીય યાત્રાઓ માટે સરકાર તરફથી ભાડુ, રોકાવવા અને ભોજનનો ખર્ચ પણ મળે છે. નિવૃતિ બાદ પણ તેમને પાંચ વર્ષ માટે ઘર, વિજળી, પાણી, એસપીજી સુરક્ષા મળતી રહે છે. આ ઉપરાંત ઘણા ટેક્સ ફ્રી ભથ્થા પણ મળે છે. જેમાં ટ્રેન અને વિમાન દ્રારા ફ્રી યાત્રા, ફ્રીમાં ઘર, ડોક્ટરની સારવાર અને કાર્યાલય ખર્ચ માટે વાર્ષિક 1 લાખ રૂપિયા સામેલ છે. 

4/7
સાંસદોનો કેટલો પગાર
સાંસદોનો કેટલો પગાર

લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બનેલા નેતાઓને સેલરી તરીકે 1 લાખ રૂપિયા મહિનાનો પગાર મળે છે. દર પાંચ વર્ષમાં તેમના ડેલા એલાઉન્સમાં વધારો કરવામાં આવે છે. સેલરી ઉપરાંત સાંસદોને દૈનિક ભથ્થા મળે છે. જેમાં દર પાંચ વર્ષમાં વધારો થાય છે. સાંસદોને સંસદ સત્ર, સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે 2000 રૂપિયાનું દૈનિક ભથ્થું, રોડ યાત્રા માટે 16 રૂપિયા પ્રતિ કિલોમીટર ટ્રાવેલ એલાઉન્સ પણ મળે છે. 

5/7
45 હજારનું એલાઉન્સ પણ
45 હજારનું એલાઉન્સ પણ

સાંસદોને તેમના સંસદીય ક્ષેત્ર માટે 45,000 રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે દર મહિને 45,000 રૂપિયાનું ભથ્થું મળે છે. નિવૃત્તિ પછી, સાંસદોને પેન્શન તરીકે દર મહિને 25,000 રૂપિયા મળે છે. તેને ઇન્ક્રીમેન્ટ તરીકે દર મહિને રૂ. 2000 મળે છે. આ ઉપરાંત સરકારી મકાનો અને રહેઠાણો પણ ઉપલબ્ધ છે. વીજળી અને ટેલિફોન ખર્ચ પણ આવરી લેવામાં આવે છે.

6/7
કેબિનેટ મંત્રીઓને કેટલો મળે છે પગાર?
કેબિનેટ મંત્રીઓને કેટલો મળે છે પગાર?

પગાર ઉપરાંત કેબિનેટ મંત્રીઓને ભથ્થા અને સરકારી સુવિધાઓ મળે છે. કેબિનેટ મંત્રીઓને 1 લાખ રૂપિયાનો પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓ મળે છે. સરકારી આવાસ, સરકારી વાહન, ઓફિસ સ્ટાફ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

7/7
પગાર સાથે સુવિધાઓ
પગાર સાથે સુવિધાઓ

પગાર ઉપરાંત તેમને દિલ્હીમાં સરકારી આવાસ, મુસાફરી ભથ્થું, કાર, ડ્રાઈવર, આરોગ્ય સુવિધાઓ અને સુરક્ષા મળે છે. સ્ટેશનરી અને ટપાલ માટે 15,000 રૂપિયા પણ ઉપલબ્ધ છે. સાંસદ સિવાય તેમના પરિવારને મફત તબીબી સુવિધાઓ, ટ્રેન અને ફ્લાઈટ્સમાં મફત ટિકિટ (લિમિટ નક્કી છે) મળે છે.





Read More