PHOTOS

G-20 ની મેજબાની દરમિયાન PM મોદી વૈશ્વિક નેતાઓને આપશે ખાસ ભેટ, જુઓ Photos

India host G-20: ભારત આ વખતે G-20 સમિટની મેજબાની કરશે. 1 ડિસેમ્બરે ભારતને તેની અધ્યક્ષતા મળશે. જી20 એટલે દુનિયામાં મહત્વની ભૂમિકા ભજવતા દેશોનું સંગઠન જેમાં દુનિયાની પ્રમુખ વિક્સિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ એક મંચ પર ભેગા થાય છે. તેના સભ્ય દેશોમાં જાપાન, ભારત, અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, તુર્કી અને યુરોપીયન સંઘ (ઈયુ) સામેલ છે. ભારતમાં થવા જઈ રહેલા આ મહાઆયોજનમાં ભાગ લેનારા તમામ નેતાઓને પીએમ મોદી કઈક ભેટ આપશે. આવો તેના વિશે જાણીએ...

Advertisement
1/7
ભારત કરશે સૌથી મોટી મેજબાની
ભારત કરશે સૌથી મોટી મેજબાની

આગામી જી20 શિખરવાર્તા સંમેલનની મેજબાની દરમિયાન પીએમ મોદી દુનિયાના મોટા નેતાઓને આપવામાં આવનારા કિંમતી ઉપહારોના માધ્યમથી વિશ્વ સ્તર પર હિમાચલ પ્રદેશની કળા અને સંસ્કૃતિના પ્રસારને પ્રોત્સાહન આપશે. 

2/7
જી-20માં જોવા મળશે હિમાચલની કળા-સંસ્કૃતિની ઝલક
જી-20માં જોવા મળશે હિમાચલની કળા-સંસ્કૃતિની ઝલક

પ્રધાનમંત્રી મોદી આ વખતે જી20 દેશોનું નેતૃત્વ કરનારા વિવિધ વૈશ્વિક નેતાઓને આ સમિટ દરમિયાન ચંબા રૂમાલ, કાંગડાના લઘુચિત્ર, ખુબ જ ખાસ કિન્નૌરી શાલ, હિમાચલી મુખૌટા, કુલ્લુ શાલ, અને કનાલ બ્રાસ સેટ જેવી ચીજો ભેટમાં આપશે. 

Banner Image
3/7
વૈશ્વિક નેતાઓને અપાશે ભેટ
વૈશ્વિક નેતાઓને અપાશે ભેટ

હિમાચલની કળા અને સંસ્કૃતિ હવે આ ભેટ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રશિયા, જાપાન, બ્રાઝીલ, યુએઈ, નેધરલેન્ડ્સ, સ્પેન જેવા દેશો સુધી ભેટ તરીકે પહોંચશે. 

4/7
તસવીરો આવી સામે
તસવીરો આવી સામે

જી-20 નેતાઓને અપનારી ભેટ અંગેની ખબર જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત સરકાર વૈશ્વિક મહેમાનોને કયા પ્રકારની ભેટ આપશે. આ તમામ ઉપહારોનું પ્રદર્શન જ્યાં પણ લાગે છે તેને જોવા માટે અને ખરીદવા માટે લોકોની ભીડ લાગતી હોય છે. 

5/7
હિમાચલ પ્રદેશની મશહૂર શાલ
હિમાચલ પ્રદેશની મશહૂર શાલ

હિમાચલ પ્રદેશની શાલ આમ તો પોતાના ગુણ અને સુંદરતા માટે સમગ્ર દુનિયામાં મશહૂર છે. હવે આ શાલ દુનિયાના અનેક મોટા નેતાઓના ખભે જોવા મળશે. 

6/7
યુનિક રેર આર્ટ
યુનિક રેર આર્ટ

ભારતના આ અનમોલ અને ખુબ જ કિંમતી ભેટ સોગાદ દ્વારા દેશની કળા અને સંસ્કૃતિનો સાત સમંદર પાર પ્રભાવી પ્રચાર થવા જઈ રહ્યો છે. 

7/7
દુનિયા જોશે ભારતનો દમ
દુનિયા જોશે ભારતનો દમ

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આવામાં આ વખતના આ વૈશ્વિક સમાગમની સફળતા માટે વ્યાપક સ્તર પર વ્યવસ્થા થઈ રહી છે. આ સમિટની સફળતાને સુનિશ્ચિત કરવા માટે ખાસ તૈયારીઓ થઈ રહી છે. 





Read More