PHOTOS

એવોર્ડ તો મળી ગયો! આ તસવીરો પરથી તમે જ નક્કી કરો કે સુરત સ્વચ્છ છે કે નહિ?

Smart City Surat પ્રશાંત ઢીવરે/સુરત : સ્વચ્છતા સર્વેક્ષણ-2023 એવોર્ડની જાહેરાત થઈ ગઈ છે. સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. પરંતું સુરતમા સ્વચ્છતાની સિક્કાની બીજી બાજુ જોઈએ તો હકીકત કંઈક અલગ જ છે. આ તસવીરો પરથી તમે જ નક્કી કરો કે સુરત સ્વચ્છ છે કે નહિ?

Advertisement
1/6

સુરત સ્વચ્છ સિટીમાં જ ગંદકી જોવા મળી રહી છે. પાંડેસરા વિસ્તારમા આવેલ નાગસેન નગરની શેરીઓમાં ગંદકી જોવા મળી રહી છે રજુવતાઓ કરવા છતાં મનપા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરવામાં આવતી હોવાની સ્થાનિકો આરોપ કરી રહ્યા છે. આ ગંદકીથી લોકો મચ્છરજન્ય રોગોથી પીસાઈ રહ્યા છે

2/6

સુરત શહેર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ત્યારે પ્રથમ ક્રમ મેળવનાર મહાનગરમાં જ ગંદકી લોકો પરેશાન થઈ રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરની શેરીઓ છેલ્લા કેટલાક વર્ષથી પિસિસી રસ્તા તૂટી જવાથી ભારે ગંદકી થઈ રહી છે. પાણીનું સંગ્રહ થઈ જતા મચ્છરજન્ય રોગોનું ઉત્પાદન થઈ રહ્યું છે. 

Banner Image
3/6

 સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અહી સફાઈ કરવા પણ નહીં આવતા તેવો સ્થાનકો આરોપ મૂકી રહ્યા છે. હા તમે દ્રશ્ય જોઈ શકો છો કે લોકોના ઘરના આંગણે જ ગંદકી જોવા મળી રહી છે. પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તો ક્યાંક મહાનગરપાલિકા દ્વારા સફાઈ નહીં કરવામાં આવતા કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે

4/6

મહત્વની વાત છે કે ગંદકી કરનારને સુરત મહાનગર પાલિકા સ્વચ્છતા નો પાઠ ભણાવી દંડની કાર્યવાહિ કરતી હોય છે. પરંતુ રહીશોના આરોપ પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ આ વિસ્તારમા સફાઈ કરવા જ આવતા નથી

5/6

જ્યારે પિસીસી રોડ તૂટી જવાના કારણે પાણીનો સંગ્રહ થતો હોય છે.મચ્છરજન્ય રોગોથી લોકો બીમાર પડી રહ્યા છે.ત્યારે મનપા ના તો ગંદકી કરનાર પર કાર્યવાહી કરી રહી છે.અને ગંદકી દૂર કરતી નથી

6/6




Read More