બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ તમને ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ અલગ-અલગ ટેન્યોરની સાથે મળે છે. તેને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit)ના નામથી ઓળખવામાં આવે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસમાં સારી કમાણી કરવા ઈચ્છો છો તો 5 વર્ષની એફડીમાં રોકાણ કરો અને તેને એક્સટેન્ડ કરાવી ફરીથી 5 વર્ષ માટે રોકાણ યથાવત રાખો. આ રીતે કુલ 10 વર્ષોમાં તમે રોકાણ કરેલી મૂળ રકમથી વધુ કમાણી વ્યાજથી કરી શકો છો. અહીં જાણો ₹1,00,000 થી ₹5,00,000 સુધીની ગણતરી.
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ પર 7.5 ટકા પ્રમાણે વ્યાજ મળે છે. જો તમે 5 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરશો તો તમને 5,51,175 રૂપિયા વ્યાજથી મળશે અને મેચ્યોરિટી પર કુલ રકમ 10,51,175 રૂપિયા થશે.
જો તમે 4 લાખ રૂપિયા જમા કરશો તો 7.5 ટકા પ્રમાણે 10 વર્ષમાં 4,40,940 રૂપિયા વ્યાજથી મળશે અને મેચ્યોરિટી પર કુલ રકમ 8,40,940 રૂપિયા થઈ જશે.
જો તમે આ સ્કિમમાં 3 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરો છો તો તમને વ્યાજ તરીકે 3,30,705 રૂપિયા મળશે. આ રીતે તમને મેચ્યોરિટી પર 6,30,705 રૂપિયા મળશે.
જો તમે 2 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરો છો તો તમને 2,20,470 રૂપિયા મળશે અને મેચ્યોરિટી પર આ રકમ 4,20,470 રૂપિયા થશે.
આ સ્કીમમાં જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ 10 વર્ષ માટે કરો છો તો તમને 1,10,235 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે મેચ્યોરિટી પર તમને 2,10,235 રૂપિયા મળશે.