દેશભરમાં બાહુબલી બનીને છવાયેલો સ્ટાર પ્રભાસ ફરી એકવાર તેની બિગ બજેટ ફિલ્મ સાથે દર્શકો વચ્ચે આવી ચૂક્યો છે. ફિલ્મ રાધે-શ્યામ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રભાસની માતાનો રોલ બોલીવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રી નિભાવી રહી છે. ભલે ફિલ્મમાં તે હીરોની માતાનો રોલ કરી રહી છે. રિલય લાઈફમાં તે બે બાળકની માતા અને બંને ડેબ્યુ કરી ચૂક્યા છે. પરંતુ 52 વર્ષની ઉંમરે પણ તે અદભૂત હોટ લાગી રહી છે. જુઓ તેમની આ તસવીરો...
ફિલ્મ રાધે-શ્યામમા પ્રભાસની માતાનો રોલ નિભાવનાર ભાગ્યશ્રી તેમની ફિટનેસ માટે ખુબ જ જાણીતી છે.
તેમનું પરફેક્ટ ફિગર અને બોલ્ડ અદાઓ મલાઈકા અરોરાને પણ માત આપે છે. તે સોશિયલ મીડિયાપર તેમની હોટ તસવીરો શેર કરતી રહે છે.
તાજેતરમાં ભાગ્યશ્રી તેમના પતિ હિમાલય દસાની સાથે ટીવી શો સ્માર્ટ જોડીમાં જોવા મળી રહી છે.
ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ અને પુત્રી અવંતિકા પણ લીડ એક્ટર અને એક્ટ્રેસ તરીકે ફિલ્મમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. અવંતિકા હાલમાં જ ફિલ્મ મિથ્યામાં જોવા મળી હતી.
ભાગ્યશ્રીના કરિયરની વાત કરીએ તો તેમમે સુપરહિટ ફિલ્મ મેને પ્યાર કિયાથી સલમાન ખાન સાથે ફિલ્મોમાં એન્ટ્રી મારી હતી.