PHOTOS

પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ, રાજકોટ નજીક માધાપરમાં થશે 10 દિવસની ઉજવણી

Advertisement
1/7
1 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
1 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

11 દિવસીય મહોત્સવમાં દરરોજ સવારના સેશનમાં શહેરની જુદી જુદી સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ સ્વામિનારાયણનગર અને પ્રદર્શન નિહાળવા આવશે. આ માટે અત્યાર સુધીમાં ધોરણ 4થી 12ના 1 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. દરેક છાત્રને સવારનો નાસ્તો અને બપોરે ભોજન પ્રસાદ પણ સ્વામિનારાયણનગરમાં જ અપાશે. છાત્રો અને શિક્ષકોને BAPSના 250 ગાઈડ સમગ્ર પ્રદર્શનના દર્શન કરાવશે.

2/7
50 એક્સ્ટ્રા ST બસ દોડાવાશે
50 એક્સ્ટ્રા ST બસ દોડાવાશે

માધાપર નજીક 5 થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ-વિદેશથી લાખો હરિભક્તો આવવાના છે ત્યારે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મહોત્સવના સ્થળ સુધી પહોંચવા માટે 50 એસટી બસ દોડાવવા નિર્ણય કર્યો છે.

Banner Image
3/7
દરરોજ સાંજે મહંતસ્વામી આપશે આશીર્વચન
દરરોજ સાંજે મહંતસ્વામી આપશે આશીર્વચન

મહંતસ્વામી મહારાજના તારીખ 2 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીના રોકાણ દરમિયાન સ્વામિનારાયણનગર સ્થિત ‘પ્રમુખસ્વામી મંડપમ’માં સાયં કાળે 7.30 થી 10.30 કલાક દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડશે. 10 દિવસ સુધી મહોત્સવ સ્થળ સુધી પહોંચવા એસટી 50 બસ દોડાવશે.

4/7
લાખો ભક્તો અને સંતો આપશો હાજરી
લાખો ભક્તો અને સંતો આપશો હાજરી

પ્રમુખ સ્વામીની જન્મ જયંતિ નીમિત્તે રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સંતો ઉપસ્થિત રહેશે

5/7
2 ડિસેમ્બર રવિવારથી 16 ડિસેમ્બર રવિવાર સુધી મહસ્વામી પણ રાજકોટમાં
2 ડિસેમ્બર રવિવારથી 16 ડિસેમ્બર રવિવાર સુધી મહસ્વામી પણ રાજકોટમાં

મહંતસ્વામી મહારાજ તારીખ 2 ડિસેમ્બર રવિવારથી 16 ડિસેમ્બર રવિવાર સુધી કુલ 12 દિવસ રાજકોટમાં રોકાણ કરશે. જે દરમિયાન પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

6/7
પ્રમુખ સ્વામીની અદભૂત તસવીરોમાંથી એક
પ્રમુખ સ્વામીની અદભૂત તસવીરોમાંથી એક

આ તસવીરમાં પ્રમુખ સ્વામી એક ગરીબ વ્યક્તિને તેના આશિર્વાદ આપી રહ્યા છે.

7/7
1 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 250 ગાઈડ કરાવશે પ્રદર્શનના દર્શન

Read More