Hair Fall: વાળ ખરવાની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખૂબ મોંઘી વસ્તુઓનો ઉપયોગ વાળમાં કર્યા પછી પણ વાળ ખરવાનું બંધ થતું નથી. વાળ ખરવાની સમસ્યા ખોટી ખાનપાનની આદતોના કારણે થાય પણ વધે છે. આજે તમને જણાવીએ કે તમારા વાળ ખરતાં હોય તો તમારે કઈ કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
વાળ ખરવાની સમસ્યા વધારે હોય તો ભોજનમાં ક્યારેય વધારે મીઠાઈઓ ન ખાવી જોઈએ.
ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી વાળ પણ વધારે ખરવા લાગે છે.
તમારે આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઈએ. દારુના વધુ પડતા સેવનથી વાળ ખરવાની સમસ્યા ખૂબ વધી જાય છે.
ઈંડા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ ઈંડાની સફેદી વાળને નુકસાન પહોંચાડે છે. તેથી તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ.
જો તમે ઓછું પાણી પીતા હોવ તો પણ તમને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ.