PHOTOS

જેલમાં બંધ પતિ સાથે શારીરિક સંબંધ બાંધી શકે પત્ની ? કેટલા કલાકનો મળે છે સમય ?

Prison Conjugal Visit : જેલમાં રહેલા પતિ સાથે પત્ની એકલા સમય વિતાવી શકે છે ? આ વાંચ્યા પછી તમને થતું હશે કે શું ખરેખર આવું થાય છે. જો આમ થાય તો કેદીઓને ખાનગી સમય માટે કયા આધારે છૂટ આપવામાં આવે છે ? જેલમાં આ માટેના નિયમો શું છે અને આ વ્યવસ્થા ક્યાં અને કેટલા સમય માટે કરવામાં આવે છે ? તેના વિશે આ લેખમાં જાણીશું. 

Advertisement
1/6

Prison Conjugal Visit : ભારતમાં કેદીઓ માટે અલગ અલગ નિયમો છે, જેનું દરેક કેદીએ ચૂસ્તપણે પાલન કરવું પડે છે. ત્યારે તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે, જેલમાં બંધ કોઈ વ્યક્તિને તેની પત્ની સાથે એકાંતમાં મળવાની છૂટ આપવામાં આવે છે. 

2/6

આ એક એવી મુલાકાત છે જ્યારે કેદીને તેના જીવનસાથી સાથે થોડો સમય પસાર કરવાની તક આપવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન તેઓ તેમના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે અને આમ કરવાની છૂટ છે.

Banner Image
3/6

જર્મની, રશિયા, કેનેડા, અમેરિકા, ડેનમાર્ક, બેલ્જિયમ, સાઉદી અરેબિયા, સ્પેન જેવા કેટલાક દેશોમાં આ રીતે મળવા માટે ચોક્કસ કાયદા છે અને તેના માટે છૂટ આપવામાં આવે છે.   

4/6

ભારતમાં એવો કોઈ કાયદો નથી કે જે કેદીઓને વૈવાહિક મુલાકાતની મંજૂરી આપે છે. જો કે,  ઘણા કેસમાં કોર્ટે પતિ-પત્ની સાથે સમય વિતાવવાની પરવાનગી આપી છે.

5/6

વર્ષ 2015માં હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે કેદીઓને તેમના પાર્ટનર સાથે ખાનગીમાં સમય વિતાવવા અને પ્રેગ્નન્સીને લઈને પરવાનગી આપી હતી. આ મૂળભૂત અધિકાર છે. એકવાર મદ્રાસ હાઈકોર્ટે પણ એક કેદીને આ માટે રજા આપી હતી, કારણ કે તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. 

6/6

કેદીઓને પરવાનગી મેળ્યા પછી તે તેમના પાર્ટનરને મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો કેટલીક જેલોમાં રૂમની સાથે ડબલ બેડ અને વોશરૂમની પણ સુવિધા હોય છે. જ્યારે બંને મળે છે ત્યારે રૂમ બહારથી બંધ રહે છે. આ માટે કેદીઓને બે કલાકનો સમય આપવામાં આવે છે. જો કે, આ સુવિધા દરેક જેલમાં ઉપલબ્ધ નથી અને તેનો નિર્ણય કોર્ટ કરે છે.





Read More