Post Office PPF Scheme: પોસ્ટ ઓફિસની PPF સ્કીમ તમારા બાળકોના ભવિષ્ય માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ માટે એક વિશ્વસનીય વિકલ્પ છે. જી હા... જો તમે દરરોજ 100 રૂપિયા એટલે કે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 15 વર્ષમાં લગભગ 4 લાખનું ભંડોળ તૈયાર કરી શકાય છે. તો ચાલો તેના વિશે જાણીએ.
પોસ્ટ ઓફિસ (Post Office)ની સ્કીમમાં રોકાણ કરવું સલામત માનવામાં આવે છે. લોકો પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમમાં રોકાણ કરે છે. તેવી જ રીતે PPF સ્કીમ દરેક માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ 100 રૂપિયા અથવા દર મહિને 3000 રૂપિયાનું પોસ્ટ ઓફિસ PPFમાં રોકાણ કરો છો, તો 15 વર્ષમાં તમારા માટે એક મજબૂત ફંડ બનાવી શકાય છે, તો ચાલો આજે આ સ્કીમ વિશે જાણીએ.
જી હા... જો તમે તમારા બાળકોના શિક્ષણ માટે અથવા ભવિષ્યના કોઈપણ મોટા ટાર્ગેટ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ તમારા માટે ખૂબ જ સારી રહેશે. આ એક લાંબા ગાળાની સ્કીમ હોય છે, જેમાં તમે વાર્ષિક 500 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધી સરળતાથી રોકાણ કરી શકો છો. સરકાર આ યોજના પર લગભગ 7.1% વાર્ષિક વ્યાજ પણ આપે છે, જે સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. આ જ કારણ છે કે આ સ્કીમમાં રોકાણ કરીને તમે 15 વર્ષની પાકતી મુદતમાં એક સારું ફંડ બનાવી શકો છો.
જો તમે દરરોજ માત્ર 100 રૂપિયા બચાવો છો અને પોસ્ટ ઓફિસની પીપીએફ સ્કીમમાં રોકાણ કરો છો, તો આ હિસાબથી દર મહિને 3,000 રૂપિયા જમા કરો છો. આ રીતે એક વર્ષમાં તમારું રોકાણ 25,200 રૂપિયા થશે. પછી જો તમે આ રોકાણ 15 વર્ષ સુધી ચાલુ રાખશો, તો તે લગભગ 5.40 લાખ રૂપિયાનું રોકાણ બનશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, તેના પર મળતા વ્યાજની સાથે તમને કુલ લગભગ 9.76 લાખ રૂપિયાનું વળતર મળશે. એટલે કે તમને લગભગ 4.36 લાખ રૂપિયાનો સીધો લાભ મળશે.
પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમની રકમ બાળકોના ઉચ્ચ શિક્ષણની ચિંતા દૂર કરે છે, તેનો ઉપયોગ બાળકોની કોલેજ ફી, હોસ્ટેલ ચાર્જ અથવા અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થઈ શકે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજના એક સલામત અને લોન્ગ ટર્મ રોકાણ વિકલ્પ છે, જે રિટાયરમેન્ટ ફંડ બનાવવામાં મદદ કરે છે. 15 વર્ષના લોક-ઇન સમયગાળા સાથેની આ સ્કીમ 7મા વર્ષથી આંશિક ઉપાડની મંજૂરી આપે છે. ખાસ વાત એ છે કે, તે કલમ 80C હેઠળ કર મુક્તિ સાથે રોકાણ પર 7.1% વ્યાજ આપે છે.
પોસ્ટ ઓફિસ પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)માં રોકાણ કરવા માટે રોકાણકારે પહેલા તેની નજીકની પોસ્ટ ઓફિસમાં પીપીએફ ખાતું ખોલાવવું પડશે. પછી તમારે આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.