PHOTOS

તાકાતના મામલામાં બદામ અને અખરોટનો પણ બાપ છે આ સીડ્સ, ડાઈઝેશનથી લઈ હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક

Pumpkin Seeds Benefits: ફેટ, આયર્ન, મેગ્નેશિયમ, સેલેનિયમસ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર કોળાના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી હાર્ટ હેલ્થી અને ડાઈઝેશન સિસ્ટમ સુધરે છે.

Advertisement
1/8
કોળાના બીજના ફાયદા
કોળાના બીજના ફાયદા

કોળાના બીજને "પંપકિન સીડ્સ" તરીકે પણ ઓળખાઈ છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટીઓકિસડન્ટ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. પોષક તત્વોથી ભરપૂર કોળાના બીજ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તેને દરરોજ ખાવાથી હાર્ટ હેલ્થ, પાચન અને હાડકાંની હેલ્થ સુધરે છે. ચાલો જાણીએ કોરાના બીજ ખાવાના ફાયદાઓ વિશે.

2/8
હાર્ટ હેલ્થ
હાર્ટ હેલ્થ

કોળાના બીજમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હાર્ટને સ્વસ્થ રાખે છે. કોળા બીજ બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે.

Banner Image
3/8
પ્રોટીન
પ્રોટીન

કોળાના બીજ પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. તેમાં તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે, જે સ્નાયુઓ અને પેશીઓના ગ્રોથ માટે જરૂરી છે.

4/8
મજબૂત હાડકાં
મજબૂત હાડકાં

કોળાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનિજો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને હાડકાંની ઘનતા વધારવામાં મદદ કરે છે.

5/8
એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ
એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ

કોળાના બીજમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. તે સંધિવા અને સોજો સંબંધિત સમસ્યાઓને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

6/8
ડાઈઝેશન
ડાઈઝેશન

કોળાના બીજમાં ફાઈબરની માત્રામાં ભરપૂર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

7/8
કેવી રીતે ખાવા કોળાના બીજ?
કેવી રીતે ખાવા કોળાના બીજ?

કોળાના બીજ સીધા ચાવવાને ખાઈ શકાય છે. આ એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. કોળાના બીજને શેકીને પણ ખાઈ શકાય છે, તેને થોડા શેકવાથી તેનો સ્વાદમાં વધારો થાય છે. કોળાના બીજને તમારી મનપસંદ સ્મૂધી અથવા શેકમાં ઉમેરીને પી શકો છો. આ સ્મૂધી પ્રોટીન અને પોષણથી ભરપૂર બનાવે છે.

8/8
Disclaimer
Disclaimer

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.





Read More