PHOTOS

Rath Yatra 2025: સોનાના ઝાડુથી સફાઈ, ભવ્ય રથ, માસીના ત્યાં આરામ, 56 ભોગ...આજથી વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા શરૂ

Jagannath Rath yatra 2025: પુરીની વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા આજે 27 જૂનથી શરૂ થઈ રહી છે. અનેક દિવસો સુધી ચાલનરી આ યાત્રામાં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે માસીના ઘરે જશે. 

Advertisement
1/6

ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથ પોતે ભક્તોની વચ્ચે આવશે. 3 ભવ્ય અને વિશાળ રથોમાં બેસીને પ્રભુ જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા માસી ગુંડીચાના ઘરે જશે. જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિરની આ રથયાત્રા 9 દિવસની હોય છે. 

2/6
સાંજે 4 વાગે રથ ખેંચવાના શરૂ થશે
સાંજે 4 વાગે રથ ખેંચવાના શરૂ થશે

આજે સવારે 6 વાગ્યાથી જ રથયાત્રાની રસ્મો શરૂ થઈ ગઈ છે. જે આખો દિવસ ચાલશે પછી સાંજે 4 વાગ્યાથી ભક્તો ભગવાનના રથ ખેંચવાના શરૂ કરશે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ગુંડીચા મંદિર જશે અને 7 દિવસ સુધી ત્યાં વિશ્રામ કરશે. 

Banner Image
3/6
સોનાના ઝાડુથી સફાઈ
સોનાના ઝાડુથી સફાઈ

સવારે 6 વાગે મંગળા આરતી કરાઈ. ત્યારબાદ સૂર્ય પૂજા, દ્વારપાલ પૂજા, ભગવાનને ભોગ લગાવવામાં આવ્યા. 9 વાગ્યે રથ પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ અનેક અન્ય ધાર્મિક અનુષ્ઠાન થશે. ત્રણે દેવી દેવતાઓ ભવ્ય રથોમાં બિરાજશે. બપોરે રાજા ગજપતિ સોનાના ઝાડુથી રસ્તાની સફાઈ કરશે. સોનાના ઝાડુથી ભગવાનના રથ માટે રસ્તો સાફ કરવાની આ રસ્મને છેરા પન્હારા કહે છે. 

4/6
જગન્નાથ રથયાત્રાના ત્રણેય રથ
જગન્નાથ રથયાત્રાના ત્રણેય રથ

ત્યારબાદ 4 વાગ્યાથી રથતના એટલે કે રથ ખેંચવાની રસ્મ શરૂ  થશે. ભક્તો ભગવાન જગનનાથના રથ નંદીઘોષ, ભગવાન બલભદ્રના રથ તાલધ્વજ અને દેવી સુભદ્રાના રથ દેવદલનને ખેંચવાની શરૂઆત કરશે. 

5/6
સાલબેગ સમાધિ પીઠ બાદ ગુંડીચા મંદિર
સાલબેગ સમાધિ પીઠ બાદ ગુંડીચા મંદિર

જ્યારે રથયાત્રા શરૂ થશે તો થોડા સમય માટે ભક્ત સાલબેગની સમાધિ પીઠ સામે પણ રોકાશે અને ત્યારબાદ ગુંડીચા મંદિર પહોંચશે. 

6/6
56 ભોગ
56 ભોગ

માસીના ત્યાં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે આરામ કરશે. ત્યારબાદ 56 ભોગ પણ આરોગશે. ખુબ  પકવાન ખાધા બાદ ભગવાન બીમાર થશે અને પછી તેમને ઔષધીઓ અપાશે. 7 દિવસ આરામ કર્યા બાદ રથયાત્રા પાછી જગન્નાથ મંદિર પાછી ફરશે. અષાઢ સુદ બીજથી શરૂ થનારી આ રથયાત્રા દશમી તિથિના દિવસે પૂરી થાય છે. જે આ વર્ષે 5 જુલાઈએ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 





Read More