જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ છાયા ગ્રહ રાહુ અને કેતુ દર દોઢ વર્ષે પોતાની ચાલ બદલે છે. હાલ રાહુ મીન રાશિમાં છે. જ્યારે કેતુ કન્યા રાશિમાં ગોચર કરે છે. રાહુ-કેતુની ચાલ પ્રત્યેક રાશિ માટે મહત્વની હોય છે. આવામાં રાહુ અને કેતુની ચાલ બદલવાથી અનેક રાશિઓ જેમ કે કન્યા અને મીનને પ્રકોપમાંથી મુક્તિ મળશે જ્યારે બે રાશિ એવી છે જેમણે રાહુ-કેતુનો પ્રકોપ ઝેલવો પડી શકે છે. જાણો કોણે રહેવું પડશે સાવધાન...
જ્યોતિષ ગણતરીઓ મુજબ રાહુ અને કેતનું રાશિ પરિવર્તન 18 મે 2025ના રોજ થવાનું છે. આ દિવસે રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરશે.
રાહુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો 18મી મે બાદથી આગામી દોઢ વર્ષનો સમય આ રાશિવાળા માટે મુશ્કેલી ભર્યો રહેશે. આવામાં આ સમયગાળા દરમિયાન કોઈ પણ નિર્ણય ખુબ સમજી વિચારીને લેવો પડશે. લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે અને મન પર કાબૂ રાખવો પડશે.
કેતુ 18મી મે 2025ના રોજ સિંહ રાશિમાં ઉલ્ટી ચાલથી પ્રવેશ કરશે. આવામાં સિંહ રાશિના જાતકોના જીવનમાં અચાનક વિધ્નો આવી શકે છે. સિંહ રાશિવાળાએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
આ સમયગાળામાં હાડકાં સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. રાહુ-કેતુ કુંભ અને સિંહ રાશિમાં 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે. આવામાં આ જે સમયગાળો છે તે ખુબ સાવધાની વર્તવી પડશે.
દર સોમવારે અને શનિવારે શિવલિંગ પર જળ, દૂધ કે પંચામૃત ચડાવો અને "ॐ नमः शिवाय" મંત્રનો જાપ કરો. શિવજીની કૃપાથી રાહુ-કેતુનો દુષ્પ્રભાવ ઘટી શકે છે.
દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાનજીના મંદિરમાં સરસવના તેલનો દીપ પ્રગટાવો અને બજરંગ બાણનો પાઠ કરો. તેનાથી રાહુ કેતુના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે.
રાહુ દોષ શાંતિ માટે કાળા તલ, સરસવનું તલ, અડદની દાળ, અને વાદળી વસ્ત્રોનું દાન કરો. જ્યારે કેતના પ્રભાવને ઘટાડવા માટે કૂતરાને રોટલી ખવડાવો, ચોખા, સફેદ વસ્ત્ર કે ગાયને ચારાનું દાન કરો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)