Rahu Gochar 2025: છાયા ગ્રહ રાહુ હોળી બાદ ગુરૂના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
વૈદિક જ્યોતિષમાં રાહુને પાપી અને છાયા ગ્રહ કહેવામાં આવે છે. કલયુગના રાજા રાહુ આ વર્ષે રાશિની સાથે-સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરશે, જેની અસર દરેક 12 રાશિઓ પર જોવા મળશે. મહત્વનું છે કે હોળી બાદ એટલે કે 16 માર્ચે સાંજે રાહુ 6 કલાક 50 મિનિટ પર પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. રાહુ ગુરૂના નક્ષત્રમાં જશે, તો તેને ગુરૂનું જ્ઞાન મળી જશે અને રાહુ આમ પણ ચાલાકી માટે જાણીતા છે. પાપી ગ્રહ રાહુનું નક્ષત્ર પરિવર્તન કેટલાક જાતકો માટે લાભકારી રહેશે, તો કેટલાક જાતકોએ સાચવવાની જરૂર છે. આવો જાણીએ રાહુના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિને લાભ મળશે.
આકાશ મંડળમાં 27 નક્ષત્રોમાંથી 25મું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ માનવામાં આવે છે. જેની રાશિ શનિ અને કુંભ છે. મહત્વનું છે કે આ નક્ષત્રમાં રાહુ 23 નવેમ્બર 2025 સુધી રહેશે. તેવામાં રાહુ મીન રાશિમાં રહેશે અને વક્રી ચાલ ચાલવાને કારણે કુંભ રાશિમાં આવી જશે. તેવામાં રાહુની ઉપર શનિ અને ગુરૂ બંનેનો પ્રભાવ જોવા મળી શકે છે.
મેષ રાશિના જાતકો માટે રાહુનું પૂર્વા ભાદ્રપદમાં જવું લાભદાયક રહેશે. આ રાશિમાં રાહુ 12માં અને 11માં ઘરમાં ગોચર કરશે. તેવામાં આ જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. તમારા જીવનમાં પોઝિટિવ અસર જોવા મળવાની છે. આ દરમિયાન તમારો ખર્ચ વધી શકે છે, પરંતુ તમે તેને સરળતાથી હલ કરી શકો છો. આયાત-નિકાસનો વેપાર કરતા જાતકોને લાભ મળી શકે છે. આ સમયમાં વેપાર શરૂ કરવાથી તમને સારો લાભ થઈ શકે છે. રાહુના મીન રાશિમાં રહેવાથી તમારે થોડી વધારે ભાગદોડ કરવી પડી શકે છે. પરંતુ કુંભમાં આવતા તમને લાભ મળવાનું શરૂ થઈ જશે. આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધશે. આ સાથે તમે તીર્થયાત્રા કરી શકો છો. વિદેશ જવાની તક પણ મળી શકે છે. માનસિક અને શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે.
આ રાશિના જાતકો માટે રાહુનું પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં જવું ફાયદાકારક રહેશે. કર્મ ભાવમાં રાહુ હોવાથી આ રાશિના જાતકોને સારા પરિણામ મળી શકે છે. આ રાશિના જાતકોને અચાનક પ્રસિદ્ધિ મળી શકે છે. આ સાથે નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારા જ્ઞાનમાં વધારો થઈ શકે છે. તમારા માટે પગાર વધારો અને બોનસ મળવાનો યોગ બની રહ્યો છે. બિઝનેસની વાત કરીએ તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ કરતા લોકોને ખુબ લાભ મળી શકે છે. આ સાથે બેન્કિંગ, ફાઈનાન્સ, વીમા ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને લાભ મળી શકે છે. મેમાં રાહુ નવમાં ભાવમાં આવી જશે. ત્યારે જાતકોએ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. વિદેશ યાત્રાનું સપનું પૂર્ણ થઈ શકે છે. તમને રાહુ ખુબ પ્રમોટ કરી શકે છે.
આ રાશિના જાતકો માટે પણ રાહુની સ્થિતિમાં ફેરફાર અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિમાં રાહુ પાંચમાં ભાવમાં પસાર થશે. તેવામાં આ જાતકોને ધનલાભ થઈ શકે છે. તમે કામ પર વધુ ધ્યાન આપી શકો છો. તેનાથી તમને દેવામાંથી છુટકારો મળી શકે છે. નવા કામને લઈને ચાલી રહેલી અસમંજસની સ્થિતિ હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે તમારા કરિયર પર શુભ પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિમાં શનિની ઢૈયા 29 માર્ચે સમાપ્ત થઈ જશે. તેવામાં ખુબ લાભ મળી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.