હાલ રાહુ ગુરુની રાશિ મીનમાં બિરાજમાન છે. વર્ષ 2025માં તે મીનમાંથી નીકળીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનની અસર તમામ પર થઈ શકે છે પરંતુ કોનું ભાગ્ય ચમકી શકે તે પણ જાણો.
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ કે રહસ્યમયી ગ્રહો, પાપી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. છાયા ગ્રહ હોવા છતાં તેમની સ્થિતિમાં ફેરફારની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. છાયા ગ્રહ રાહુને ખુબ જ મહત્વપૂર્ણ ગ્રહ ગણવામાં આવે છે. કારણ કે તેના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ મચતી હોય છે. અત્રે જણાવવાનું કે રાહુ એક રાશિમાં લગભગ 18 મહિના સુધી રહે છે. આવામાં એક રાશિચક્ર પૂરું કરવામાં તેને 18 વર્ષ જેટલો સમય લાગે છે. હાલ રાહુ ગુરુની રાશિ મીનમાં બિરાજમાન છે. વર્ષ 2025માં તે મીનમાંથી નીકળીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનની અસર તમામ પર થઈ શકે છે પરંતુ કોનું ભાગ્ય ચમકી શકે તે પણ જાણો. વૈદિક પંચાંગ મુજબ છાયા ગ્રહ રાહુ 18મી મે 2025ના રોજ સાંજે 5.08 વાગે શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં 18 મહિના સુધી રહીને 5 ડિસેમ્બર 2026ના રોજ ફરી રાશિ પરિવર્તન કરશે. રાહુ હંમેશા વક્રી અવસ્થામાં ગતિ કરે છે. આવામાં તે આગળ જવાની જગ્યાએ હંમેશા પાછળની રાશિમાં ગોચર કરે છે. રાહુના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને લાભ થશે તે ખાસ જાણો.
આ રાશિમાં રાહુ એકાદશ ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો માટે રાહુ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધનલાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થશે. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. માન સન્માનમાં વધારો થઈ શકે છે. જીવનમાં અનેક ખુશીઓ આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશેઆ સાથે જ માનસિક અને શારીરિક તણાવથી તમને મુક્તિ મળી શકે છે. કરિયરની સાથે સાથે બિઝનેસ ક્ષેત્રમાં પણ ખુબ લાભના યોગ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. બધુ મળીને વર્ષ 2025માં રાહુ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે.
આ રાશિના જાતકો માટે રાહુનું શનિમાં જવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકો માટે વર્ષ 2025નો સમય સુખમય રહેશે. કરિયરમાં તમને અપાર સફળતાની સાથે ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને અપાર સફળતા, પદોન્નતિ અને પગારમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સાથે જ જીવનસાથીના સહયોગથી તમે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધનલાભ મેળવી શકો છો. વૈવાહિક લગ્નજીવનમાં ખુશીઓ આવી શકે છે. કાનૂની મામલાઓમાં પણ તમને ખુબ લાભ થઈ શકે છે. જીવનમાં શાંતિ જળવાશે.
આ રાશિના જાતકો માટે રાહુનું કુંભ રાશિમાં જવું સારું સાબિત થઈ શકે છે. આ રાશિના ત્રીજા ભાવમાં રાહુ બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં અનેક ખુશીઓનું આગમન થઈ શકે છે. ઘર પરિવારમાં ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. સાહસમાં વધારો થશે. જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ ખુબ વધુ રહેશે. આવામાં તમે પરિવાર કે મિત્રો સાથે કોઈ તીર્થયાત્રા પર જઈ શકો છો. આર્થિક સમૃદ્ધિના પ્રબળ યોગ છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.