Rahu Gochar 2025: 18 મે 2025 ના રોજ રાહુ કુંભ રાશિમાં ગોચર કરશે. જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર દેખાવા લાગશે. આ રાશિઓ કઈ છે અને તેમને કેવા ફળ મળશે ચાલો તમને જણાવીએ.
મે મહિનામાં રાહુ પોતાની ચાલ બદલશે. 18 મે 2025 ના રોજ રાહુ 7.35 મિનિટે કુંભ રાશિમાં ગોચર કરશે. રાહુના આ રાશિ પરિવર્તનનો સકારાત્મક પ્રભાવ 4 રાશિના લોકોના જીવન પર પડી શકે છે. આ 4 લકી રાશિઓમાં મેષ, મિથુન, કર્ક અને ધનુ રાશિનો સમાવેશ થાય છે.
રાહુનુ ગોચર મેષ રાશિના લોકો માટે શુભ છે. કરિયરમાં લાભ થશે. ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. ખર્ચ ઘટશે અને આવક વધશે. આ ગોચર દરમિયાન વિદેશ યાત્રા થઈ શકે છે. પતિ-પત્નીના સંબંધો સુધરશે.
રાહુનું રાશિ પરિવર્તન મિથુન રાશિ માટે લાભકારી છે. બગડેલા કામ બનવા લાગશે. આવકના નવા રસ્તા ખુલશે. નવું વાહન કે અચલ સંપત્તિ ખરીદવાની તક મળશે. સીનિયર અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યમાં સારું પ્રદર્શ કરી શકશો.
કર્ક રાશિના લોકો માટે રાહુનું ગોચર લાભકારી સાબિત થશે. કાર્ય પુરા થશે. કરિયરમાં અધિકારી વર્ગનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રમોશનના યોગ છે. કાર્યક્ષેત્રમાં મહેનતનું ફળ મળશે. પરિવારમાં સુખ શાંતિ વધશે.
રાહુના ગોચરથી ધનુ રાશિને પણ લાભ થશે. આ સમય દરેક કાર્ય માટે અનુકૂળ છે. ધાર્મિક યાત્રા પર જવાની યોજના સફળ થશએ. કરિયરમાં નવી ઊંચાઈ પ્રાપ્ત થશે. આ સમય સારો સાબિત થશેય પારિવારિક વિવાદ દુર થશે.