PHOTOS

રાતોરાત કરોડપતિ બનાવે છે માયાવી રાહુ, 2026 સુધી આ 3 રાશિવાળા પર વરસાવશે કૃપા, નોટો ગણતા ગણતા થાકી જશો

હોય છે  પરંતુ આ બધુ વ્યક્તિની કુંડળીમાં તેની સ્થિતિ શું છે તેના પર નિર્ભર કરે છે. શું તમને ખબર છે કે આકસ્મિક ધનલાભ કરાવવામાં રાહુ ...

Advertisement
1/5

વૈદિક જ્યોતિષમાં રાહુ ગ્રહને કઠોર વાણી, જુગાર, મુસાફરી, ચોરી, દુષ્ટકર્મ, ત્વચાના રોગ, ધાર્મિક મુસાફરી વગેરેના કારક ગણવામાં આવે છે. રાહુ એક રાશિમાં લગભગ 18 મહિના સુધી ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે રાહુએ મે 2025માં શનિના આધિપત્યવાળી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ કુંભ રાશિમાં રાહુ 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે. આવામાં રાહુ ગ્રહના ગોચરથી કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આ રાશિવાળાની ધન સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...

2/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

રાહુ ગ્રહનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિથી વર્ષ 2026ના અંત સુધીમાં કરિયર અને કારોબારના ભાવ પર ગોચર કરશે. આથી આ દરમિયાન તમને કામકાજમાં સારી એવી સફળતા મળી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. આ સમયગાળામાં નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. વિચારેલી યોજનાઓ સફળ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને નવા સંપર્ક લાભકારી સિદ્ધ થશે. માતા પિતા તથા વડીલોનો સહયોગ મળશે. માનસિક શાંતિ રહેશે. 

Banner Image
3/5
મિથુન રાશિ
મિથુન રાશિ

રાહુ ગોચર મિથુન રાશિને પણ શુભ ફળદાયી રહી શકે છે. કારણ કે રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન તમારી ગોચર કુંડળીથી ભાગ્યના સ્થાને થયું છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. અટકેલા કાર્યો પાર પડશે. નોકરીયાતોને પ્રમોશન થઈ શકે છે. કરિયરમાં સફળતા મળશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. 

4/5
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિવાળા માટે પણ રાહુનું રાશિ પરિવર્તન શુભદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે રાહુ તમારી રાશિથી છઠ્ઠા સ્થાન પર ગોચર કરે છે અને તે વર્ષ 2026 સુધી અહીં રહેશે. આથી આ સમય દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. તમારી વાતને પ્રભાવશાળી રીતે પ્રસ્તુત કરવાની ક્ષમતા વધશે. ભાગ્યનો સાથ મળશે. લાંબા ગાળાની યોજના લાગૂ કરવામાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.   

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More