Rahu Ketu Gochar 2025: 14 માર્ચે હોળીની ઉજવણી થશે અને તેના 2 દિવસ પછી માર્ચ 2025 ના રોજ પાપી ગ્રહ રાહુ-કેતુ નક્ષત્ર બદલશે. રાહુ અને કેતુ અનુક્રમે પૂર્વાભાદ્રપદ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર પરિવર્તન 4 રાશિઓ માટે અશુભ માનવામાં આવી રહ્યું છે.
મેષ રાશિના લોકોને નોકરી-વેપારમાં પડકારોનો સામનો કરવો પડશે. મહેનત અનુસાર ફળ ન મળે. ઈજા કે દુર્ઘટનાનો શિકાર થઈ શકો છો. દાંપત્યજીવન પર ખરાબ અસર થઈ શકે છે ધન હાનિ થશે.
કરિયરમાં અણધાર્યો ફેરફાર ચિંતા વધારશે. બની શકે કે નોકરી છોડવા જેવી સ્થિતિ સર્જાઈ જાય. સરકારી કર્મચારીઓની બદલી થઈ શકે છે. આર્થિક હાનિ થઈ શકે છે.
નશાથી દુર રહો નહીં તો આર્થિક સમસ્યા વધશે. વાહન સંભાળીને ચલાવવું. વિવાદથી બચો. આર્થિક તંગી થઈ શકે છે. કરજ લેવાથી બચવું. નહીં તો કરજ ચુકવવું મુશ્કેલ થઈ જશે.
વેપારમાં અચાનક નુકસાન થઈ શકે છે. પૈસા અટકી શકે છે. કોઈને ઉધાર આપવાથી બચવું. આ સમયે રોકાણ પણ ન કરવું. સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તણાવ વધશે.