PHOTOS

આજે 4 કલાકમાં 2 મહાગોચર, દોઢ વર્ષ સુધી અઢળક ધન-સંપત્તિ અને પ્રતિષ્ઠા મેળવશે આ 5 જાતકો

Rahu Ketu transit 2025: 18 મે 2025 નો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખાસ છે. આજે વર્ષનું બીજુ સૌથી મોટું ગોચર છે. આજે રાહુ અને કેતુ 2 ગ્રહ ગોચર કરી રહ્યાં છે અને તેની સીધી અસર 12 રાશિના જાતકો પર પડશે.
 

Advertisement
1/6

Rahu Ketu Gochar 2025: ક્રૂર અને માયાવી ગ્રહ રાહુ-કેતુ 18 મેએ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. હંમેશા વક્રી ચાલ ચાલનાર રાહુ-કેતુ દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે. 15 મે 2025ના સાંજે 7 કલાક 35 મિનિટ પર રાહુ હોચર કરી કુંભ રાશિમાં જશે. તો તેની પહેલા સાંજે 4 કલાક 30 મિનિટ પર કેતુ રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુ ગોચરની અસર દરેક 12 રાશિઓ પર પડશે, પરંતુ પાંચ રાશિઓ એવી છે જેને આ ગોચરથી જોરદાર લાભ મળશે.  

2/6
મેષ રાશિ
મેષ રાશિ

રાહુ કેતુનું ગોચર મેષ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. તો આ જાતકોને કરિયરમાં પ્રમોશન મળવાનું છે. આવક વધી શકે છે. બેરોજગાર જાતકોને નોકરી મળશે.

Banner Image
3/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને રાહુ-કેચુનું ગોચર દરેક ક્ષેત્રમાં લાભ અપાવશે. સરકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોના મોટા અધિકારીઓ સાથે સારા સંબંધ થશે. ખાનગી નોકરી કરતા જાતકોને પ્રમોશન મળશે. પગાર વધશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

4/6
મિથુન રાશિ
મિથુન રાશિ

રાહુ અને કેતુનું ગોચર મિથુન રાશિના જાતકોને કરિયર અને શિક્ષણમાં લાભ અપાવશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું સાકાર થશે. કોઈની મદદથી મોટું કામ સિદ્ધ થઈ શકે છે. સમાજમાં તમારી છબી સુધરશે. પરંતુ ગુપ્ત શત્રુ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.  

5/6
કન્યા રાશિ
કન્યા રાશિ

રાહુ અને કેતુનું ગોચર કન્યા રાશિના જાતકોને લાંબી યાત્રાઓ કરાવશે. પરિવાર સાથે સંબંધ મજબૂત થશે. આધ્યાત્મમાં રૂચિ વધશે. કોઈ જૂની બીમારીથી છૂટકારો મળી શકે છે. ધન-સંપત્તિ વધશે. વિવાદમાં તમારો વિજય થશે.

6/6
ધન રાશિ
ધન રાશિ

રાહુ-કેતુ ગોચર ધન રાશિના જાતકોને કરિયરમાં સફળતા અપાવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. કારોબારમાં લાભ થશે. આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધશે. ધન લાભ થશે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.





Read More