વૈદિક જ્યોતિષ મુજબ 13 જુલાઈના રોજ ચંદ્રમા જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પહેલેથી જ ત્યાં રાહુ હાજર હશે અને ત્યારે ગ્રહણ યોગ બનશે.
13 જુલાઈના રોજ રાહુ અને ચંદ્રમાની યુતિ કુંભ રાશિમાં થઈ રહી છે. જેનાથી ગ્રહણ યોગ સર્જાશે. આ યોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમણે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ રાશિના જાતકોને પૈસેટકે નુકસાન અને સ્વાસ્થ્ય ખરાબ થાય તેવા યોગ છે. જાણો તે રાશિઓ વિશે...
સિંહ રાશિના જાતકો માટે ગ્રહણ યોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી સપ્તમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમયમાં પરિણીત લોકોનું લગ્ન જીવન તણાવભર્યું રહી શકે છે. ઘર પરિવારમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે. સામાજિક જીવનમાં પણ અનિશ્ચિતતા અને અંતર પેદા થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ ડગમગે તેવી આશંકા છે. અચાનક કોઈ ખર્ચા કે અડચણ આવી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. બહારના ખાવાનાથી બચો.
તમારા માટે ગ્રહણ યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સમય દરમિયાન તમારા પ્રયત્નોનું અપેક્ષિત ફળ ન મળવાથી નિરાશા થઈ શકે છે. બોસ કે વરિષ્ઠ લોકો સાથે તાલમેળમાં કમી આવી શકે છે. વાહન ચલાવતા સાવધાની રાખવી. દુર્ઘટનાના યોગ છે. મનમાં બેચેની રહી શકે છે. નોકરી ન બદલવી જોઈએ. આ સમય દરમિયાન માનસિક તણાવ થઈ શકે છે.
ગ્રહણ યોગનું બનવું ધનુ રાશિના જાતકો માટે પ્રતિકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ત્રીજા ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમયમાં તમને ભાઈ બહેનનો સહયોગ મળશે નહીં. સામાજિક માન સન્માનમાં ઘટાડો કે કોઈની ટીકાનો સામનો કરવો પડી શકે છે. ગુપ્ત શત્રુઓ પરેશાન કરી શકે છે. જરૂરી કામ અટકી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વાદ વિવાદથી બચો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.