PHOTOS

ખુબ ભાગ્યશાળી છે આ 4 રાશિવાળા, રાહુ-શુક્ર 30 દિવસ સુધી કરાવશે બંપર ધનલાભ, કુબેર દેવતા ખુલ્લો મૂકશે ખજાનો

પાપી ગ્રહ રાહુ દોઢ વર્ષ બાદ રાશિ પરિવર્તન કરતો હોય છે. વર્ષ 2025માં રાહુ મે મહિનામાં ગોચર કરશે. તે પહેલા રાહુએ શુક્ર સાથે યુતિ બનાવી છે. આ યુતિ 4 રાશિવાળા માટે ખુબ ફળદાયી છે. 
 

Advertisement
1/6
મીન રાશિમાં રાહુ શુક્ર
મીન રાશિમાં રાહુ શુક્ર

શુક્ર ગ્રહ ગોચર કરીને મીન રાશિમાં આવ્યો છે. જ્યારે રાહુ પહેલેથી જ મીન રાશિમાં છે. આથી મીન રાશિમાં હવે રાહુ અને શુક્ર ગ્રહોની યુતિ થઈ છે. રાહુ અને શુક્ર એકબીજા સાથે મળીને ભૌતિક ઈચ્છાઓ અને કામનાઓ વધારે છે અને સાથે સાથે તેમને પૂરી પણ કરે છે. 

2/6
30 દિવસ ખુબ શુભ
30 દિવસ ખુબ શુભ

આ યુતિ 18મે 2025ના રોજ રાહુ ગોચર કરે ત્યાં સુધી રહેશે. આ યુતિના કારણે 4 રાશિવાળાને રાહુ અને શુક્ર ભેગા થઈને ખુબ ફાયદો કરાવશે. આ જાતકોને 30 દિવસ સુધી અઢળક ધનલાભ થાય તેવા યોગ બની રહ્યા છે. જાણો તે રાશિઓ વિશે. 

Banner Image
3/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ

રાહુ અને શુક્રની યુતિ બનવાથી વૃષભ રાશિના જાતકોની કમાણી વધી જશે. તમને દરેક ડગલે ભાગ્યનો સાથ મળશે. સરળતાથી તમારા બધા કામ પૂરા થશે. નોકરી કરનારાઓને મહેનતનું ફળ પ્રમોશન અને પગાર વધારા તરીકે મળશે. તમારી પ્રસિદ્ધિ વધશે. લેખન, અભિનય, ગાયન, ખેલ વગેરે સાથે સંકળાયેલા લોકો માટે સમય ખાસ શુભ છે. જીવન સ્તર સારું રહેશે. 

4/6
મિથુન રાશિ
મિથુન રાશિ

રાહુ અને શુક્રની યુતિથી મિથુન રાશિના જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમને કરિયરમાં સફળતા મળશે. તમને નવા અને મહત્વના નિર્ણયો લઈ શકો છો. પગાર વધશે અને તમારી પ્રતિભાને નવી ઓળખ મળશે. 

5/6
કન્યા રાશિ
કન્યા રાશિ

રાહુ અને શુક્રની યુતિથી કન્યા રાશિના જાતકોની સુખ સુવિધાઓ વધશે. ધન વૈભવ વધવાની સાથે તમારી પ્રસિદ્ધિ અને માન સન્માન પણ વધશે. ફેમિલી લાઈફમાં પણ સુખ  અને આનંદ મળશે. પાર્ટનરનો પ્રેમ વધશે. 

6/6
કુંભ રાશિ
કુંભ રાશિ

રાહુ અને શુક્રની યુતિ કુંભ રાશિવાળાની કમાણી વધારશે. તમે એકથી વધુ સ્ત્રોતોથી ધન મેળવી શકશો. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. જો નિર્ણય સમજી વિચારીને લેશો તો ભવિષ્યમાં મોટો લાભ થઈ શકે છે. ઘરમાં સુખ સુવિધાના નવા સાધનો આવશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 





Read More