PHOTOS

ગુજરાતના આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ; હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન, જાણો કયા કયા છે મોટો ખતરો!

Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસામા ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 10 વાગે સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

Advertisement
1/8

Gujarat Rain Alert: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આજે સમગ્ર રાજ્યમાં વરસાદને લઇ યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં 40-50 kmphની ઝડપે વાવાઝોડા જેવો પણ પવન ફૂંકાશે. કચ્છ સિવાય સમગ્ર રાજ્યમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી હવામાને કરી છે.

2/8

ગુજરાતમાં હજુ સુધી ચોમાસાએ દસ્તક દીધી નથી,. તેથી હાલ તે વરસાદ  વરસી રહ્યો છે તે પ્રિમોનસૂન એક્ટિવિટી અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટીના ભાગ રૂપે વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Banner Image
3/8
હવામાનની આગાહી
હવામાનની આગાહી

આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 30, 31 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ હતી.

4/8
ગુજરાતના 34 તાલુકામાં વરસાદ
ગુજરાતના 34 તાલુકામાં વરસાદ

ગઈકાલની (મંગળવાર) વાત કરીએ તો ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. 

5/8

કામરેજમાં એક ઈંચ,  ધોલેરામાં એક ઈંચ,  ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.  શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો.

6/8

હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક મધ્યમથી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના અપાઇ છે. 

7/8

તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા પણ છે. 28 મે અને 29 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.  દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ પણ વરસાદનું અનુમાન છે.

8/8

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે.  તો રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરમાં પણ છુટ્ટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.





Read More