alal Patel Rain Forecast: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે &nbs...
Gujarat Monsoon Update: દેશમાં હાલ વાતાવરવાનો મિજાજ સંપૂર્ણપણ બદલાયેલો છે. ચોમાસાનું સમય પહેલા જ આગમય થઈ ગયું છે અને હવે તે મહારાષ્ટ્ર, તેલંગાલ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પણા ભાગોમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ ચોમાસુ વધુ ઝડપથી ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સંપૂર્ણપણે સકીય થઈ જશે.
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવે વાત કરી કાલની તો કાલે 29 મેના રોજ...અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાના હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 114 ટકા વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 119 ટકા જેટલો વરસાદ વરસી શકે છે.
ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં 29 મે સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.
હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
દેશના પૂર્વ કિનારા પાસે બંગાળના અખાતમાં હવાના ઓછા દબાવાનું ક્ષેત્ર સજાયું છે જે આગામી ૨૪ કલાકની અંદર એક ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે જેના કારણે ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા નદીના વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ સિસ્ટમ ઉત્તરની તરફ આગળ વધશે અને તેનાથી આવનારા દિવસોમાં વધુ અન્ય રાજ્યોમાં વ્યાપક વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો અટુલાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલે: મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૨૯ અને ૩૦ મેના રોજ અતિભારે કરતા પણ વધારે વરસાદ વવાની ચેતવણી આપવામાં આવી છે. સિક્કિમ અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેશ, વલસાડ, ભરૂચ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર. હવામાન વિભાગે 29 મેના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
મુંબઇ દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં અને નવી મુંબઈ, થાલે સહિત ઉપનગરોમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મુંબઈ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલવર અને રાયગઢ માટે યલો એલર્ટ જારી કરીને જણાવ્યું છે કે આ ક્ષેત્રોમાં માં છૂટાછવાયા ચાળોએ કલાકના ૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન સહિત ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે. મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
મુંબઈ, નવી મુંબઈ, કવાજ અને હોબિવલીમાં બુધવારે પણ ભારે વરસાદ થયો હતો, નવી મુંબઈમાં પેટપાડા મેટ્રો સ્ટેશન સહિત કેટલાક સસ્થળોએ પાછી ભરાયા હતા. ધુળે, નંદુરબાર, જલગાંવ, અહિલ્યાનગર, પૂર્વ અને નાસિકના પાટ, સોલાપુર, સંભાજીનગર, જાલના, પરંભલી, બીડ, હિંચોલી, નાંદેડ, લાતુર, પારાશિવ, અકોલા, અમરાવતી. મંકારાને પણ વલો એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
દિલ્હી, ઉત્તરપ્રદેશના પશ્ચિમી વિસ્તારો, પંજાબ, હરિયાણા, યંડીગઢ અને વિત્તરાખંડમાં આબ્લિક રીતે વાદળ છવાયેલા રહેશે અને મેઇ ગડગડાટ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. દિલ્હી-NC ક્ષેત્રમાં ૨૮થી ૩૧ મે સુધી ગાજવીજ સાથે ભારે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. અહીં 30 મેના રોજ પવનની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
કેરળ તામિલનાડુ પુોરી, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પાણ હવામાનનો મિજાજ ઉગ્ર બનેલો છે. ૨૮થી ૩૦ મે વચ્ચે આ રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ વરસાદ અને વાવાઝોડાનો દોર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર કોંકણ, ગોવામાં બે જૂન સુધી વ્યાપક વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
અંબાલાલે જણાવ્યું કે, 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે. 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે. કેમકે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થશે. ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઇએ, ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળુ પડશે.