Monsoon Special Recipe: વરસાદી વાતાવરણમાં તમને પણ કંઈ ચટપટું અને સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થાય છે તો તમે અલગ અલગ વાનગીઓ ઘરે બનાવીને પણ સ્ટ્રીટ ફૂડની મજા લઈ શકો છો. આજે તમને જણાવીએ 5 એવી વાનગીઓ વિશે જેને તમે ઘરે ઝટપટ બનાવી શકો છો. આ 5 નાસ્તા વરસાદી વાતાવરણની મજા બમણી કરી દેશે.
વરસાદમાં ગરમાગરમ ઢોકળા ખાવાની અલગ જ મજા છે. જો તમે ચણાના લોટમાં દહીં ઉમેરી તેમાંથી ઢોકળા બનાવશો તો આથવાની ઝંઝટ વિના ઢોકળા 10 મિનિટમાં બની જશે.
બ્રેડ પકોડા પણ ઘરે ફટાફટ બની જાય છે અને આ નાસ્તો નાના-મોટા સૌ કોઈને ખાવાની મજા આવશે. બ્રેડ પકોડા ચટણી, ચા કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
વરસાદી વાતાવરણમાં આલૂ ચાટની મજા ન માણી હોય તે ફુડી ન કહેવાય. બટેટાના ટુકડાને ફ્રાય કરી તેના પર મસાલા, ચટણી, મીઠું દહીં ઉમેરી ખાવાની મજા આવી જશે.
વરસાદી વાતાવરણમાં ચા સાથે ડુંગળીના ભજીયા ખાવાની મજા જ અલગ છે. આ ભજીયા બનાવવામાં ડુંગળી, ચણાનો લોટ અને કેટલાક મસાલાની જ જરૂર પડશે. 10 મિનિટમાં ભજીયા રેડી થઈ જશે.
વરસાદમાં ગરમાગરમ કચોરી પણ ખાવાની મજા આવે છે. ખસ્તા કચોરી ઘરે પણ સરળતાથી બની જાય છે.